નોખાણીયાના તળાવમાં ન્હાવા ગયેલા યુવાનનું ડૂબી જતા મોત

ભુજ : તાલુકાના રૂદ્રમાતા નજીક આવેલા નોખાણીયા ગામના તળાવમાં ન્હાવા પડેલો ઢોરી ગામનો યુવાન ડૂબી જતા મોતને ભેટ્યો હતો. બનાવને પગલે ઢોરી ગામમાં શોક સાથે અરેરાટી વ્યાપી ગઈ હતી. ભુજ શહેર એ ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ ઢોરી ગામમાં રહેતા 40 વર્ષિય કાનજી કાળા જોગલ નામનો યુવાન નોખાણીયા ગામે તળાવમાં ન્હાવા પડ્યો હતો. તે દરમિયાન એકાએક ઉંડા પાણીમાં ગરકાવ થઈ જતા ડૂબી જવાથી મોત નિપજ્યું હતું. બનાવને પગલે સ્થાનિકો દ્વારા હતભાગીનો મૃતદેહ તળાવમાંથી બહાર કાઢી ભુજ શહેર એ ડિવિઝન પોલીસને જાણ કરાઈ હતી. બનાવ સ્થળે પહોંચી ગયેલી પોલીસે હતભાગીના મૃતદેહને પીએમ સહિતની કાર્યવાહી માટે ભુજની જી કે જનરલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. બનાવને પગલે એ ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો બનાવ દર્જ કરતા નિરવભાઈએ આગળની તપાસ હાથ ધરી છે. આ કરૂણ બનાવને પગલે હતભાગીના પરિવારજનો તેમજ ઢોરી ગામે શોક સાથે અરેરાટી વ્યાપી ગઈ હતી.