નોખાણિયાની પ્રાથમિક શાળામાંથી તસ્કરો ર૩ હજારનો મુદ્દામાલ ચોરી ગયા

લોખંડના કબાટ અને ટેબલ તોડી ૧૦ હજારનું નુકશાન પણ કરાયું

ભુજ : ભચાઉ તાલુકાના મોરગરમાં આવેલી પ્રાથમિક શાળામાં ચોરીનો કિસ્સો તાજો છે ત્યાં ભુજ તાલુકાના નોખાણિયા ગામે આવેલી પ્રાથમિક શાળામાંથી તસ્કરો ર૩ હજારનો મુદ્દામાલ ચોરી ગયા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જે કિસ્સામાં પોલીસ ફરિયાદ થઈ છે.ભુજમાં રહેતા હરીસિંહ લાધુજી જાડેજાએ માધાપર પોલીસમાં જણાવ્યું કે, નોખાણિયા પ્રાથમિક શાળાના ઓફિસ તથા બાજુના રૂમના તાળા તોડી તસ્કરો શાળામાં પ્રવેશ્યા હતા. જેમાં શાળામાંથી નિકોન કંપનીનો પ,પપ૦નો કેમેરો, ૮ હજારનું લેનોવો કંપનીનું ટેબલેટ, ૩પ૦૦ની પાણીની મોટર, ૪,૯પપનું એમ્પલીફાયર તેમજ માઈક મળી તસ્કરો રર,૮૧પના મુદ્દામાલની ચોરી કરી ગયા હતા. ઉપરાંત ઓફિસ રૂમમાં લોખંડના બે દીવાલ કબાટ, ટેબલના ડ્રોવર સહિતની વસ્તુઓમાં તોડફોડ કરી ૧૦ હજારનું નુકશાન કર્યું હતું. જે સંદર્ભે ગુનો દાખલ થતા પીઆઈ વાય.એ.લેઉવાએ તપાસ હાથ ધરી છે.