નોઈડા મેટ્રો કોરિડોરના કોચ મુંદરાથી સડક માર્ગે રવાના

ભુજ : નવેમ્બરમાં ચીનથી સમુદ્રી માર્ગે નોઈડા ગ્રેટર – નોઈડા કોરિડોર મેટ્રોના કોચ મંગાવાયા હતા. જે મુંદરા બંદરે આવી પહોચ્યા બાદ તેનું કસ્ટમ ક્લીયરન્સ કરીને મેટ્રોના કોચની સડક માર્ગે રવાનગી કરવામાં આવી છે. એન.એમ.આર.સી.ના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ડિસેમ્બરના બીજા સપ્તાહમાં મેટ્રોના કોચ નોઈડા ગ્રેટર ડેપો પહોંચી જશે. અને ત્યારબાદ આગામી સપ્ટેમ્બરમાં નોઈડા ગ્રેટર- નોઈડા રૂટ પર મેટ્રો ટ્રાયલ શરૂ કરવામાં આવશે. શરૂઆતી તબક્કામાં ૪૪ કોચ આવવાના છે. જેમાંથી પ્રથમ ચરણમાં ૪ કોચ આવી ચુકયા છે. તમામ કોચ આવી ગયા બાદ મેટ્રો કોરિડોરનું કામ સંપન્ન થશે.