ને હવે ભુજના નાડાપા ગામે પણ સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય

ભુજ ઃ કોરોનાના વધતા કેસોના કારણે ભુજ અને ગાંધીધામમાં રાત્રિ કફ્ર્યુ તેમજ ભચાઉ શહેર, સમાઘોઘા, ફતેહગઢ ગામોમાં સ્વયંભૂ લોકડાઉનનો નિર્ણય લેવા બાદ હવે ભુજ તાલુકાના નાડાપા ગામમાં સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય અમલી બનાવાયો છે. સતત વધતા કોરોનાના સંક્રમણના કારણે નાડાપા ગામમાં આંશિક લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે, જેમાં ૧૦ થી ૧૭ એપ્રિલ સુધી ૮ દિવસનું લોકડાઉન ગામમાં લગાવાયું છે. નાડાપા ગામમાં આ સમય દરમ્યાન સવારે ૭ થી બપોરે ૧ર વાગ્યા સુધી જ દુકાનો ખૂલ્લી રહેશે. બપોર બાદ લોકોએ સ્વૈચ્છિક રીતે બંધ પાડ્યો હતો. ગ્રામજનો દ્વારા આ નિર્ણય લેવાયો છે.