નેપાળમાં ભારતીય દૂતાવાસ નજીક બોમ્બ વિસ્ફોટ :ISIS ની ભૂમિકા હોવાની આશંકા

નવી દિલ્હી : નેપાળમાં વિરાટનગર ખાતે ભારતીય દૂતાવાસ ભવન નજીક એક દેશી બોમ્બ વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટમાં કોઈ નુકસાનના અહેવાલ નથી. પરંતુ આ ઘટના બાદ આસપાસની સુરક્ષા વધારવામાં આવી છે.
બોમ્બ વિસ્ફોટની ઘટના સોમવારે રાત્રે સાડા આઠ વાગ્યાની આસપાસ થઈ હતી. આ વિસ્ફોટમાં આઈએસઆઈએસની ભૂમિકા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ વિસ્ફોટની ઘટના બાદ નેપાળ પોલીસે તપાસ શરૂ કરી છે. આ વિસ્ફોટ સમયે દૂતાવાસની ઈમારતમાં કોઈ હાજર ન હતું. જો કે તે વખતે વિસ્ફોટ વખતે નેપાળના વિરાટનગર ખાતેના દૂતાવાસ ખાતે બે ગાર્ડ તેનાત હતા. મહત્વપૂર્ણ છે કે વિરાટનગર ભારત અને બિહારની અરરિયા સરહદ નજીક આવેલું છે. આ વિસ્ફોટ બાદ ભારતીય સરહદ ખાતે પણ સુરક્ષા વધારવામાં આવી છે.