નીલ આર્મસ્ટ્રોન્ગને ચંદ્ર પર પહોંચાડનાર પાયલટ માઈકલ કૉલિંસનું અવસાન

(જી.એન.એસ)ન્યુ દિલ્હી,મિશનને અપોલો-૧૧ સફળતાપૂર્વક ચંદ્ર પર ઉતારનારા અમેરિકી અંતરિક્ષયાત્રી માઈકલ કૉલિંસનું ૨૮ એપ્રિલ, ૨૦૨૧ના રોજ અવસાન થયું છે. તેમની ઉંમર ૯૦ વર્ષની હતી અને સમગ્ર વિશ્વ તેમને અપોલો-૧૧ મિશન માટે ઓળખતું હતું. ઉલ્લેખનીય છે કે, અપોલો-૧૧ મિશનના ચંદ્ર પરના ઉતરાણ બાદ જ નીલ આર્મસ્ટ્રોન્ગે ચંદ્રની સપાટી પર પહેલો પગ મુક્યો હતો અને ત્યાર બાદ બઝ એલ્ડ્રિન ઉતર્યા હતા.માઈકલ કૉલિંસનો એક માત્ર ઉદ્દેશ્ય એ જ હતો કે, અપોલો-૧૧ને સફળતાપૂર્વક ચંદ્રની સપાટી પર ઉતારે અને ત્યાર બાદ નીલ અને બઝને લઈને ધરતી પર પાછા આવી શકે. નીલ અને બઝ અપોલો-૧૧માંથી નીકળીને જે મોડ્યુલમાં ચંદ્ર સુધી પહોંચ્યા હતા તેનું નામ ધ ઈગલ હતું. તે ત્રણેય માટે ચંદ્રની મુસાફરી સરળ નહોતી.યાત્રા શરૂ થઈ કે તરત જ ધરતી સાથેનો રેડિયો સંપર્ક તૂટી ગયો હતો. ત્યાર બાદ કોમ્પ્યુટરમાં ગ્લિચ આવી ગયું હતું અને ધ ઈગલનું ઈંધણ પણ ખૂટી રહ્યું હતું. આ મિશન પૂરૂ કરવા માટે ૪૦,૦૦૦થી વધારે લોકોએ પોતાની મહેનત અને સમયનું યોગદાન આપેલું. નાસા એક્ટિંગ એડમિનિસ્ટ્રેટર સ્ટીવ જુરસિકે માઈકલ કૉલિંસના અવસાન પર આજે વિશ્વએ એક સાચો અંતરિક્ષયાત્રી ખોઈ દીધો તેમ કહ્યું હતું.એક તરફ જ્યારે નીલ અને બઝ ચંદ્ર પર ફરી રહ્યા હતા ત્યારે માઈકલ યાન સાથે ચંદ્રના ચક્કર કાપી રહ્યા હતા. સ્ટીવના કહેવા પ્રમાણે માઈકલના કારણે જ નીલ અને બઝ ધરતી પર સુરક્ષિત પાછા આવી શક્યા હતા. માઈકલના પૌત્રએ જણાવ્યું કે, તેમના દાદાજી ખૂબ જ બહાદૂરીથી કેન્સર સામેની લડાઈ લડ્યા હતા પરંતુ અંતમાં હારી ગયા.