નીતિશકુમારનો યુ ટર્નઃ નોટબંધીની સફળતા ઉપર ઉઠાવ્યા સવાલો

પટના : નોટબંધીનું પુરજોર સમર્થન કરનારા બિહારનાં મુખ્યમંત્રી નીતીશ કુમારે
યૂ ટર્ન લેતા તેનાં પર સવાલો ઉભા કર્યા છે. એક નિવેદનમાં તેમણે કહ્યું કે, નોટબંધીનો લાભ જેટલો મળવો જોઇએ તેટલો નથી મળ્યો. લાભ કેમ નથી મળ્યો તેનું કારણ તેમણે જણાવ્યુ હતું. નોટબંધીની નિષ્ફળતા માટે તેમણે બેંકોને જવાબદાર ઠેરવી હતી. તેમણે કહ્યું કે દેશની પ્રગતીમાં બેંકોની ઘણી મોટી ભુમિકા છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, બેંકોને જમા અને પૈસા ઉપાડવા તથા લોન આપવાનું જ કામ નથી કરવાનું, પરંતુ દરેકે દરેક સરકારી યોજનામાં પણ બેંકોની ઘણી મોટી ભુમિકા હોય છે. મુખ્યમંત્રી પટનામાં રાજ્યસ્તરીય બેંકર્સ સમિતી દ્વારા આયોજીત ૬૪માં ત્રિમાસિક સમીક્ષા બેઠકનો સંબોધિત કરી રહ્યા હતા. દેશમાં વિકાસ માટે રોકડ રકમ સરકાર આપે છે, તેની યોગ્ય ફાળવણી માટે બેંકોએ પોતાનાં તંત્રને વધારે સુદ્રઢ કરવું પડશે. બેંકો ઓટોનોમસ છે, ઉફરથી નીચે સુધી આ વસ્તુને તેણે જોવી
પડશે. બેંકિંગ સંસ્થાઓને વધારે મજબુત કરવાની જરૂર ગણાવતા નીતીશે કહ્યું કે, બેંકોની ભુમિકા પ્રતિદિન સતત વધી રહી છે.મુખ્યમંત્રીએ આરબીઆઇનાં માનક અનુસાર પાંચ હજારની વસ્તી ધરાવતા કોઇ પણ ગામમાં બેંકની શાખા હોવી જોઇએ. દેશમાં ૧૧ હજારની વસ્તી ધરાવતી હોય તેવા ગામ કે નગરમાં જ બેંક ખુલે છે અને બિહારમાં ૧૬ હજારની વસ્તી પર બેંકની શાખા છે. તેનાં પરથી જ અનુમાન લગાવી શકાય છે કે બેંકોની સંખ્યા કેટલી ઝડપથી વધારવી પડશે.