નીતિનભાઈ નથી નારાજ : ગુજરાતના રાજકારણમાં હલચલ

નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ ભાજપ સાથે છેડો ફાડશેના વહેતા અહેવાલોથી રાજકારણ ગરમાયું

કોંગ્રેસના ભાજપ પર ચાબખા
અમદાવાદ : નીતીનભાઈ પટેલને લઈ અને રાજયના રાજકારણમાં નિવેદનબાજી તેજ બની જવા પામી ગઈ છે ત્યારે હવે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ પણ નીતીનભાઈ પટેલને સારા માણસ તરીકે ગણાવી અને ભાજપ પર ચાબખા વરસાવ્યા હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે.

 

નારાજગી મુદ્દે હું અજાણ : રૂપાણી
અમદાવાદ : ગુજરાત રાજયના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ નીતીનભાઈ પટેલે બાબતે પ્રતીક્રીયા આપી અને કહ્યુ હતુ કે, નીતીનભાઈ પટેલની નારાજગી બાબતેહું અજાણ છું. વિરોધીઓ ખોટી વાતો ફેલાવે છે. તેઓએ કહ્યુ કે, જેને કમળો થયો હોય તેને બધુ પીળું જ દેખાય.

 

પોસ્ટર સાથે અમને કોઈ લેવા-દેવા નહીં : હાર્ર્દિક પટેલ
નીતિનભાઈના રાજીનામા મામલેના પોસ્ટર અંગે કરાઈ સ્પષ્ટતા
અમદાવાદ : ભાજપમાથી નીતિનભાઈ પટેલ દ્વારા રાજીનામું આપવામા આવ્યુ હોવાની વાત બહાર આવતા નીતીનભાઈખે ખુદ સ્પષ્ટતા કરી અને નામ લીધા વિના હાર્દિક પર વાર કર્યો હતો જેની પ્રતિક્રીયા હાર્દીક પટેલે આપી હતી.હાર્દિક પટેલે કહ્યુ કે આ પોસ્ટરમાં તેઓનો કોઈ જ હાથ નથી. તેઓએ કહ્યુ છે કે, ચૂંટણી બાદ તેઓની સાથે કેટલા ધારાસભ્ય છે તે જાણવાને માટે તમામને આમંત્રણ અપવામા આવ્યું છે અને નીતીનભાઈ પટેલ પણ તે પૈકીના એક છે. સમાજની સાથે સમાજના ધારાસભ્ય રહે તે માટે ભાજપ-કોંગ્રેસ સહિતના ૪ર ધારાસભ્યોને આમંત્રણ આપવામા આવ્યુ છે જેમાં નીતીનભાઈ પટેલ રીપીટ થયેલા હોવાથી તેઓને પણ અમે આમંત્રણ આપ્યુ છે.

 

 

ગાંધીનગર : છેલ્લા બે દિવસથી રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ ભાજપ સાથે છેડો ફાડી અલગ જુથ રચવાની વાત સોશીયલ મીડીયા પર ચાલી રહી છે. જેના કારણે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે.
ગુજરાતમાં ર૦૧૭માં યોજાયેલી વિધાનસભા ચુંટણીઓમાં ભાજપે વિજય મેળવીને સત્તા પર આવ્યા બાદ મુખ્યમંત્રી તરીકે વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી તરીકે નિતિનભાઈ પટેલની પસંદગી કરવામાં આવી હતી. નવી સરકારના ગઠન બાદ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી વચ્ચે અણબનાવ હોવાની વાતો ઘણા સમયથી ચર્ચાઈ રહી છે. છેલ્લા બે દિવસથી રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલને સરકારમાંથી પડતા મુકી લોકસભામાં લઈ જવામાં આવશે. તેઓ ભાજપ સાથે છેડો ફાડી નવા જુથની રચના કરશે તેવી વાતો સોશીયલ મીડીયામાં વહેતી થતાં ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી જવા પામ્યો છે.જો કે, આ બાબતે નીતીનભાઈ પટેલ દ્વારા પણ આજ રોજ ખુદ સ્પષ્ટતા કરી અને કહેવાયુ છે કે તેઓ ભાજપમાં હતા અને ભાજપમાં રહેશે. નારાજગી બાબતેની વાત ખોટી ગણાવી છે. જોકે બીજીતરફ તેઓએ આ મામલે ફરીયાદ નોંધાવવા અંગે વાત કરતા જણાવ્યુ કે અતિરેક થશેતો ફરીયાદ કરાવીશ. એકંદરે આજ રોજ નીતીનભાઈ પટેલના રાજીનામાની વાતને લઈને રાજયના રાજકારણમાં હલચલ જોવા મળી આવી હતી.