નિલપરમાં સાત શખ્સોના ત્રાસથી કંટાળી જાત જલાવનાર યુવતીનું મોત

રાપર : તાલુકાના નિલપર ગામે રહેતી યુવતીએ ગામના જ શખ્સોનો ત્રાસથી કંટાળી જાતેથી સળગી જતા સારવાર દરમ્યાન આજે સવારે દમ તોડી દીધો હતો.પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર નિલપર ગામે રહેતી રેખાબા નાનુભા જાડેજા (ઉ.વ.૧૯) ગત તા.૭/૪/૧૮ના પોતાની જાતે કેરોસીન છાંટી સળગી જતા સારવાર માટે ભુજ જીકેમાં દાખલ કરાઈ હતી જ્યાં એક્જીક્યુટીવ મેજીસ્ટ્રેટ તથા પોલીસ સમક્ષ નિવેદન આપેલ કે આઠ માસ પહેલા કાનજી કુંભા કોલીના દિકરાનું ખૂન થયેલ તે બાબતે આરોપીઓ કાનજી કુંભા કોલી, રમેશ કુંભા કોલી, જીતેશ કુંભા કોલી, હરેશ કુંભા કોલી, ઈશ્વર કાનજી કોલી, સુરેશ કાનજી કોલી સહિત સાત શખ્સોએ મનદુઃખ રાખી રેખાબા તથા તેના માતા-પિતા અને કાકાને ખેતરે જવા દેતા ન હતા અને ગામમાં છુટથી ફરવા દેતા ન હતા. રેખાબાના ઘર પાસે અવારનવાર આવીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા તથા રેખાબાને કહેલ કે ઘરથી બહાર નિકળશે તો ઉપાડી જઈશું તેવી ધમકીઓ આપતા માનસિક ત્રાસ સહન ન થતા જાતેથી કેરોસીન છાંટી સળગી ગયેલાનું નિવેદન આપતા રાપર પોલીસે આરોપીઓ સામે પ૦૪, પ૦૬(ર), ૧૧૪ હેઠળ ગુન્હો નોંધ્યો હતો. દરમ્યાન રેખાબાએ આજે સારવાર દરમ્યાન ૧૧ઃ૧પ કલાકે દમ તોડી દેતા રાપર પોલીસે આરોપીઓ સામે મરવા માટે દુષ્પ્રેરણા કરવા બદલ આઈપીસી કલમ ૩૦૬નો ઉમેરો થવા કોર્ટને રીપોર્ટ કર્યો હતો. જ્યારે આરોપીઓને ઝડપી પાડવા માટે પીએસઆઈ પી.એસ. નાંદોલીયાએ ચક્રો ગતિમાન કરેલ છે.