નિલપરમાં યુવાનની હત્યા કરનાર આરોપીઓ પોલીસના સકંજામાં

રાપર : તાલુકાના નિલપર ગામે રહેતા યુવાનને ગામની જ છોકરી સાથે પ્રેમ સંબંધ હોઈ છોકરીના ભાઈ કાકા, પિતા અને પોતે મળીને યુવાનની ઘાતકી હત્યા કરી મૃતદેહને ફેંકી દઈ પુરાવાનો નાશ કરવા બદલ પોલીસે ચાર આરોપીઓ સામે ગુનો નોંધી રાઉન્ડઅપ કરી પૂછતાછ હાથ ધરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ રમેશભાઈ કુંભાભાઈ રાકાણી (કોલી) (ઉ.વ.૩૩) (રહે. નિલપર તા.રાપર)ની ફરિયાદને ટાંકીને પોલીસે વિગતો આપતા જણાવેલ કે, નિલપર ગામે રહેતા હેમંત કાનજીભાઈ કોલી (ઉ.વ.૧૯) ને નિલપર ગામે રહેતી રેખાબા નાનુભા જાડેજા સાથે પ્રેમ સંબંધ હોઈ તે બાબતે રેખાબાના ભાઈ-પિતા, કાકા સહિતનાઓએ દાઝ રાખી ગત તા.૧૮-૮-૧૭ના રાત્રીના સાડા દસથી ર૮-૮-૧૭ના સાંજના પઃપ૦ દરમ્યાન આરોપીઓ સુખદેવસિંહ નાનુભા જાડેજા, નાનુભા ટપુભા જાડેજા, મહિપતસિંહ ટપુભા જાડેજા તથા રેખાબા નાનુભા જાડેજાએ ગુનાહીત કાવત્રુ રચી મરનાર હેમંત કોલીનું ગમે તે રીતે મોત નિપજાવી લાશને નિલપર ગામની સીમમાં બાવળની ઝાડીમાં ફેંકી દઈ પુરાવાનો નાશ કરતા આરોપીઓ સામે પોલીસે આઈપીસી કલમ ૩૦ર, ૧ર૦-બી, ર૦૧ હેઠળ ગુનો નોંધી પીએસઆઈ જે.એમ. ગઢવીએ તપાસ હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક હેમંત ૧૮-૮-૧૭ના રાત્રીના સાડા આઠ વાગ્યાથી લાપતા થયેલ જે અંગે પોલીસ મથકે ગૂમ થયાની ફરિયાદ નોંધાવી હતલ. તપાસ દરમ્યાન ગઈકાલે સાંજે હતભાગીનો હત્યા કરેલ સ્થતિમાં કોહવાયેલ મૃતદેહ મળી આવતા મૃતદેહને પીએમ માટે જામનગર મોકલી આપ્યો હતો. જ્યારે આરોપીઓ સામે ગુનો નોંધી આરોપીઓને સકંજામાં લઈ પોલીસ દ્વારા પૂછતાછ હાથ ધરવામાં આવેલ હોવાનું પોલીસે જણાવ્યું હતું.