નિર્ભય બનીને વેકિસન લઇએ કોરોનાને જબરદસ્ત ટક્કર દઇએ : ભરતભાઇ અધિકારી

કચ્છ જિલ્લામાં વેકિસન અંગે જાગૃતિ માટે ઝુંબેશ ચાલી રહી છે અને લોકો પણ વેકિસન લઇને ઉત્સાહ બતાવી રહયા છે ત્યારે ભુજ ખાતેના વ્યાયામ શાળા આરોગ્ય કેન્દ્ર ખાતે પણ વેકિસનેશન માટે લોકોની સારી સંખ્યા દેખાઇ રહી છે.વ્યાયામ શાળા આરોગ્ય કેન્દ્ર ખાતે ભુજના ભરતભાઇ અધિકારી રસી લેતા જણાવે છે કે, રસી અંગે જાગૃતિ ઉપરાંત આત્મવિશ્વાસ ખુબજ જરૂરી છે. રસી અંગેની સાચી ખોટી અટકાળોથી દુર રહીને મેં વેકિસન લીધી છે અને મને તો આમાં કોઇ સાઈડ ઈફેકટ જણાતી નથી. તો નિર્ભય બનીને વેકિસન લેવી અત્યંત જરૂરી છે. કોરોના અટકાવવા માટેના શસ્ત્રોમાંથી વેકિસન એક અગત્યનું હથિયાર છે. જેથી સમયસર રસી લઇને સુરક્ષિત બનીએ તેવું તેમણે વધુમાં જણાવ્યું હતું.

વેકિસન લઇને અન્યને વેકિસન લેવા પ્રોત્સાહિત કરવા સેવાથી ઓછું નથી – લીલાવતીબેન ગણાત્રા

ભુજમાં વેકિસન અંગે લોકો હકારાત્મક પ્રતિભાવ દેખાડી રહયા છે ત્યારે ૭૧ વર્ષિય લીલાવતીબેન ગણાત્રા વેકિસન લઇને અન્યને પણ વેકિસન લેવા વિનંતી કરે છે. તેઓ જણાવે છે કે, કોરોનાની મહામારી સામે આ વેકિસન આર્શિવાદ બનીને આવી છે ત્યારે વેકિસન લઇને નિશ્ચિંત બનીએ. આપણે વેકિસન લઇને ખુદની સુરક્ષા તો મેળવીએ જ પણ આપણને જોઇને કોઇ વેકિસન લેવા પહોંચે તો તે પણ સેવાથી ઓછું નથી.