નિરોણા પોલીસના દારૂના ધંધાર્થીઓ પર દરોડા

નખત્રાણા : નિરોણા પોલીસે જુદા જુદા ત્રણ સ્થળે છાપો મારી દેશી દારૂની ભઠ્ઠીઓ ઝડપી પાડી હતી. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર પશ્ચિમ કચ્છ એસપી એમ.એસ. ભરાડા તથા નાયબ પોલીસ અધિક્ષક જે.એન. પંચાલના માર્ગદર્શન હેઠળ નિરોણા પીએસઆઈ પી.કે. નાઈ તથા સ્ટાફે મોટી ગોધીપાર ગામની સીમમાં છાપો મારી ર૪૩૦ લિટર દેશી દારૂ બનાવવાનો આથો કિં.રૂા.૪૮૬૦નો મુદ્દામાલ પકડી પાડ્યો હતો. રેઈડ દરમ્યાન ભઠ્ઠીનો સંચાલક સુરૂભા પ્રેમસિંહ સોઢા હાજર ન મળતા તેના સામે ગુન્હો નોંધ્યો હતો જ્યારે ચંદ્રનગર ગામની સીમમાં લગધીરસિંહ જામભા સોઢાની ભઠ્ઠી ઉપરથી ર૧૦૦ લિટર આથો કિં.રૂા.૪ર૦૦ તથા ૯૦ લિટર તૈયાર દારૂ કિં.રૂા.૧૮૦૦ મળી ૬૦૦૦નો મુદ્દામાલ પકડી પાડ્યો હતો. તો બિબ્બર ગામેથી ૧૬૦૦ લિટર આથો કિં.રૂા. ૩ર૦૦નો જથ્થો ઝડપી પાડ્યો હતો. ભઠ્ઠીના સંચાલક ધીરૂભા ઉર્ફે ધીરાજી રાણાજી જાડેજા સામે ગુન્હો નોંધી ધરપકડ કરવા કાર્યવાહી હાથ ધરેલાનું પીએસઓ પી.કે. નાઈએ જણાવ્યું હતું.