નિરોણામાં હેલ્પલાઈન થકી જુગારનો સફળ દરોડો

ભુજ : પશ્ચિમ કચ્છ પોલીસની હેલ્પલાઈન ઉપર જુગારની બાતમી આવતા એસપીના માર્ગદર્શન હેઠળ બી ડિવીઝન પોલીસે નિરોણામાં છાપો મારી ૩ ખેલીઓને રર,૪૬૦ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા. જ્યારે ૧૧ જુગારીઓ ભાગી છુટ્યા હતા.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પશ્ચિમ કચ્છ પોલીસની હેલ્પલાઈન ઉપર જુગાર અંગેની બાતમી આવતા કંટ્રોલ કક્ષના સહાયક ફોજદાર વિશ્વનાથ જાષીએ એસપી મકરંદ ચૌહાણને બાતમી હકિકતથી વાકેફ કર્યા હતા અને એસપીના આદેશ અનુસાર બી ડિવીઝન પોલીસ મથકના અજમાયશી પીએસઆઈ યુ.પી. જાડેજાને છાપો મારવા જણાવતા પીએસઆઈ જાડેજા સહિતનો પોલીસ કાફલો રાત્રીના દોઢ વાગ્યે નિરોણા ગયો હતો. જુગાર રમતા આમદ ઈભલા કુભાર, બાલાકિષ્ણા ઉમરશી ભાનુશાલી, જય વસંત ભાનુશાલીને રોકડા રૂપિયા ૪ર૬૦ તથા મોબાઈલ નંગ ૩ કિં.રૂ. ૩૦૦૦ તથા ૧ મોટર સાયકલ કિં.રૂ. ૧પ હજાર સહિત રર,૪૬૦ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા. જ્યારે રેઈડ દરમ્યાન ભગુ વિરમ આહીર, હિંમત દેવજી વાળંદ, રજાક ઈસ્માઈલ માંગલ, રાણા ધના આહીર, વિશ્રામ કાના આહીર, આમદ ઈસ્માઈલ કુભાર, બાપાડો ઓસ્માણ સમેજા, ગુલામશા મીસરીશા સૈયદ, આમદ ઓસ્માણ સમેજા, ગની જુમા કુમાર, ભૈયા ભચાયા વાંઢા (રહે. તમામ નિરોણા) નાસી જતા તમામ સામે પીએસઆઈ યુ.પી. જાડેજાએ ફોજદારી નોંધાવી હતી.