નિરોણાના અમરવાંઢ સાઈડે ધાડપાડુ ત્રાટક્યા : બે યુવકો ઉપર હુમલા સાથે લૂંટ

કરણીમાતા કન્સ્ટ્રક્શન કંપની જોધપુર (રાજસ્થાન)ની સાઈટ પરની ઘટના : ઠેકેદાર સહિત બે યુવકોની હત્યાનો પ્રયાસ કરી ૭ર હજારની સામગ્રી લૂંટી ગયા : નંબર વગરની બોલેરોમાં આવેલા પથી ૬ શખ્સોએ બનાવને આપ્યો અંજામ : ધાડપાડુઓને ઝડપી પાડવા પોલીસની કવાયત

 

નખત્રાણા : તાલુકાના નિરોણા નજીક આવેલ અમરવાંઢ પાટિયા પાસે બાંધકામ ડેકેદારની સાઈટ ઉપર બોલેરોમાં આવેલા પથી ૬ જેટલા ધાડપાડુઓએ ઠેકેદાર સહિત બે વ્યક્તિઓ ઉપર હત્યાનો પ્રયાસ કરી ૭ર,૪૦૦ની માલસામગ્રી લૂંટી જતા કાયદાના રક્ષકોમાં દોડધામ મચી જવા પામી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ તેમજ હેમંતભાઈ ડાડુભાઈ ચાવડા (આહીર) (ઉ.વ.ર૪) (રહે. મોટા કાલાવડ, તા. ભાણવડ, જિ. દેવભૂમિ દ્વારકા)ની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવ્યું હતું કે ધાડ-લૂંટનો બનાવ ૧૩-ર-૧૮ના રાત્રિના ૧રથી ૧ર.૧પ તથા ૧.૧પથી ર.૪પ તેમજ ૩થી ૩.૧પના અરસામાં બનવા પામ્યો હતો. અમરવાંઢ પાટિયા પાસે આવેલ કરણીમાતા કન્સ્ટ્રક્શન કંપની જોધપુર (રાજસ્થાન)ની સાઈડ ઉપર તેઓ ઠેકેદાર તરીકે કામ કરે છે અને બાંધકામનું કામ ચાલુ હોઈ સિલ્વર કલરની સ્ટીલની ગ્રીલવાળી નંબર વગરની બોલેરો કેમ્પર્સ ગાડીમાં આવેલા પાંચથી છ જેટલા અજાણ્યા ઈસમો આશરે રપથી ૩૦ વર્ષની ઉંમરના જે ગુજરાતી ભાષા બોલે છે તે આવેલ અને મેળા પ્રસંગે મનોરંજનમાં વપરાતી એરગન તથા લોખંડના પાઈપ, લાકડીઓ બતાવી સાઈટ ઉપર હાજર લેબરોને જાનથી મારી નાખવાની ધમકી આપી સિમેન્ટની બોરી નંગ ૭૦ કિંમત રૂા.૧૮,૯૦૦, લોખંડની પ્લેટો નંગ ૧૦ કિંમત રૂા.રપ હજાર, લોખંડનો કટર મશીન કિંમત રૂા.૯,૦૦૦, પાણીની ટાંકી કિંમત રૂા.પ૦૦, રસ્સી ૯૦ મીટર કિંમત રૂા.૧૯,૦૦૦ એમ કુલ રૂા.૭ર,૪૦૦ની ધાડ પાડી લઈ જઈ તેમજ તેઓ તથા સાહેદ વિઠ્ઠલભાઈ સવદાસભાઈ સિસોદીયા જે બન્ને જણા સ્વિફટ કાર નંબર જી.જે.૬ ૭પર૧ વાળીમાં બેઠેલા હતા તેની સાથે જાનથી મારી નાખવાના ઈરાદે ટક્કર મારી નુકસાન પહોંચાડી હત્યાનો પ્રયાસ કરી નાસી જતા નખત્રાણા પોલીસે આરોપીઓ સામે આઈપીસી કલમ ૩૦૭, ૩૯પ, ૩૯૭, પ૦૬ (ર), ૪ર૭, જીપી એક્ટ ૧૩પ હેઠળ ગુનો નોંધી ધાડપાડુઓને ઝડપી પાડવા પીએસઆઈ એલ.પી. બોડાણાએ તપાસ હાથ ધરેલ છે.