નિપાહને લઈને ગુજરાતમાં તકેદારી વધારાઈ

ગાંધીનગર : કેરળમાં નિપાહ વાયરસનો કહેર સામે આવવા પામી ગયો છે ત્યારે ગુજરાતમાં પણ તેની તકેદારી વધારવામા આવી હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે. આ મામલે જાણવા મળતી વધુ વિગતો અનુસાર નિપાહને લઈને ગુજરાતમાં કેરળથી આવતા પ્રવાસીઓના મેડીકલ તપાસ કરવામા આવશે. લક્ષણો જણાશે તો તાત્કલીક સારવાર આપવામા આવશે. જાહેર પરીવહન સ્થળો પર તપાસ કરવામા આવનાર છે.