નિખીલ દોંગા કેસ : જેલથી જી.કે.સુધીના ભ્રષ્ટ નેટવર્કમાં નવા કડાકા-ભડાકાની વકી : કઈકના પગ તળે રેલો આવશે

એસપીશ્રી સૌરભસિંગ ખુદ તપાસનું કરી રહ્યા છે સીંધુ મોનટરીંગ : ડીવાયએસપી પંચાલના નેતૃત્વ તળે ચાલી રહી છે
તપાસ : હવાલા રેકેટનો થવો જોઈએ સચોટ ખુલાસો : આજીવન સજાના કયા આરોપીએ કયા તબીબ સાથે દોંગા ગેંગનો કરાવ્યો સપંર્ક-સેટીંગ? : મોબાઈલ કોના મારફતે મળ્યો? આયોજનબદ્ધ પ્લાનમાં કોની કોની હજુય સંડોવણી?

નિખીલ દોંગાને નશાડી જવામાં ખાખીધારીઓ-મેડીકલ સ્ટાફ-તબીબ ઉપરાંત કોઈ ઝભ્ભા લેંગાધારીઓનો પણ હાથ છે કે કેમ? : કયા ઝભ્ભાલેગાધારીઓએ ભજવી છે ભુંડિ ભૂમિકા? : યક્ષ સવાલ : પોલીસ કસ્ટડી રીમાન્ડ દરમ્યાનની પુછતાછ બાદ ખુલાસાઓ ભણી સબંધિતોના મંડાયા છે મીટ

દોંગા અને તેના પાંચ સાગરિતો શુક્રવાર સુધીના રિમાન્ડ પર ધકેલાતા પોલીસે ઘટના અંગે વિગતો ઓકાવવા કવાયત આરંભી : જેલથી લઈ હોસ્પિટલ સુધીના નેટવર્કનો થશે પર્દાફાશ

ગાંધીધામ : પશ્ચીમ કચ્છ પોલીસ ઉપરાંત રાજયની અન્ય એજન્સીઓની ઉંઘ હરામ કરી દેનાર કુખ્યાત નીખીલ દોંગા ફરાર થઈ જવાના કેસમાં સંયુકત રીતે પોલીસે આદરેલી કાર્યવાહી પછી ગુજસીટોકના આ કુખ્યાત ગુન્હેગાર અને તેની ટુકડીને ઝડપી પાડયો છે અને તેના મદદગારોને પણ પાંજરે પુરી દેવાયા છે તો વળી આ તમામ ઝડપાયેલાની પોલીસ રીમાન્ડ કસ્ટડી દરમ્યાન હવે જેલથી જીકે સુધીના ભ્રષ્ટ નેટવર્ક મુદ્દે નવા કડાકા-ભડાકાની વકી સેવાઈ રહી છે. કઈકના પગ તળે રેલો આવે તેવી વકી પણ અહી સેવવામાં આવી રહી છે.ગોંડલના ગુજસીટોકના આરોપી નિખિલ દોંગા ભુજની હોસ્પિટલમાંથી પલાયન થઈ જતાં કચ્છ અને રાજકોટ પોલીસ સાથે ગુજરાત પોલીસ પણ દોડતી થઈ હતી. ભારે જહેમત બાદ આરોપી અને તેના સાગરિતોને ઝડપી લીધા બાદ આગામી શુક્રવાર સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજુર થયા છે, ત્યારે આ રિમાન્ડ દરમિયાન થનારી પુછપરછ અને તેમાં થનારા ખુલાસા અનેકોની સંડોવણી પરથી પડદો ઉચકશે તે વાતમાં બે મત નથી. પોલીસે આરોપી નિખિલ દોંગા તેમજ તેના સાગરિતો સાગર કિશોરભાઈ કયારા, શ્યામલ બિપિનભાઈ દોંગા, રેનિશ ઉર્ફે લાલજી ડાયાભાઈ માલવિયા અને ભરત જવેરભાઈ રામાણી અને આકાશ વિનુભાઈ આર્યને ૧૪ દિવસના રિમાન્ડની માંગ સાથે ભુજ કોર્ટમાં રજૂ કર્યા હતા. જેમાં કોર્ટે આરોપીઓના શુક્રવારે બપોરે ૪ વાગ્યા સુધીના રિમાન્ડ મંજુર કરતા તપાસ દરમિયાન અનેક સવાલો પરથી પડદો ઉચકાવાની શકયતા છે. કેસની તપાસ ડીવાયએસપી પંચાલને સોંપાઈ છે. સાથે પોલીસવડા સૌરભસિંઘ ખુદ આ કેસનું મોનિટરિંગ સંભાળી રહ્યા છે. દરમિયાન બીનસત્તાવાર રીતે મળતી માહિતી પ્રમાણે શરૂઆતથી આ કેસમાં ૧૦ લાખનો વહિવટ થયાની ચર્ચા છે. બે દિવસ પૂર્વે જયારે રાજકોટ અને કચ્છના શ્રી આઈજીએ સંયુક્ત પત્રકાર પરિષદ સંબોધી ત્યારે શ્રી એસપીએ જણાવ્યું હતું કે, વહિવટની વાતો સામે આવી છે, જેની પણ તપાસ થવાની ખાતરી આપી હતી. દોંગાના રાજકોટના સાગરિતો તેમજ રાજકારણીઓના સહયોગથી પાલારા જેલમાંથી નાસી જવા અંગે પ્લાન બનાવાયો હતો. દોંગા જેલમાં હોવા છતાં નેટવર્ક ગોઠવી રાજકોટથી આવેલા શખ્સો ૧૦ લાખનું ફંડ એક્ત્ર કરી દોંગાને ભગાડી ગયા હતા, ત્યારે જેલમાં તેણે મોબાઈલ વાપર્યો હોવાની શકયતા પણ નકારી શકાય નહીં. જે વ્યક્તિ જેલમાં બેઠા બેઠા રાજકોટથી સાગરિતોને બોલાવી ભાગી જવાનો પ્લાન બનાવી શકતો હોય તે જેલમાં વીઆઈપી સવલત પણ મેળવતો હશે. આ દિશામાં પણ તપાસ કરવી જરૂરી છે. દરમિયાન પાલારા જેલમાં કેદ આજીવન સજાના આરોપીએ તબીબ સાથે સેટીંગ કરાવી આપતા આ પ્લાન ઘડાયો હોવાનું જાણવા મળ્યું છે. આ કેસમાં એસપી સૌરભસિંઘ તપાસ સંભાળતા હોઈ જાણીતા તબીબ તેમજ જેલથી જી.કે. હોસ્પિટલ સુધીના આયોજનબદ્ધ નેટવર્કનો પણ પર્દાફાશ થવાની શકયતા લોકો વ્યક્ત કરી
રહ્યા છે.