નાસાના પ્રથમ સ્પેસ શટલમાં ભારતનો ડંકો

અમેરિકાઃ નાસા દ્વારા અંતરિક્ષમાં મૂકવામાં આવનાર પ્રથમ હ્યુમન સ્પેસ શટલ માટે ભારતીય મૂળના એસ્ટ્રોનોટ સુનીતા વિલિયમ્સ સહિત અન્ય ૮ અવકાશવીરની વરણી કરવામાં આવી છે. ૨૦૧૧માં નાસા દ્વારા હ્યુમન સ્પેશ શટલને રિટાયર કરવામાં આવ્યા બાદ ૨૦૧૯માં નાસા ફરીવાર હ્યુમન સ્પેસ શટલ અંતરિક્ષમાં મોકલશે. ૨૦૧૨ બાદ નાસાનું પહેલું મેન મેઇડ મિશન હશે. નાસાએ સ્પેસ શટલ તૈયાર કરવામાં એલન મસ્કની સ્પેસ એક્સ તથા બોઇંગ કંપનીની મદદ લીધી છે. બંને કંપની દ્વારા ૨૦૧૯માં ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ટેસ્ટ ફલાઇટ મોકલવામાં આવશે.