નાળાસફાઈના ટેન્ડરમાં ગાંધીધામના સુકાનીએ ભુજ નગરપાલિકાથી કેમ ન લીધો શબક..?

બન્ને સુધરાઈએ નાળા સફાઈના ટેન્ડરોને આપી લીલીઝંડી, ભુજમાં નાળા સફાઈ સાથે આખાય ચોમાસા સુધીની જવાબદારી અપાઈ ગઈ જે-તે ઠેકેદારને.., ગાંધીધામ સુધરાઈના જવાબદારોને કેમ આવુ ન સુજયુ? જાણકારોનો સવાલ

નાળા સફાઈ સહિતના કામોમાં માત્ર કમિશન-કટ્ટકીઓ કેમ ઓળવી લેવી..તેની જ પડી હોય છે લ્હાય..! એક લીટીની શરતો ઉમેરતા જવાબદારોને શું તાવ ચડતો હતો? હકીકતમાં તો આ બીલો પણ ચોમાસા બાદ જ થવા જોઈએ મંજુર..! : પરંતુ શહેરીજનોની સુખાકારી વધે, સુધરાઈની બચત થાય તો પછી બની બેઠેલા જવાબદારોના ગજવા કેમ ભરાય? : આ પહેલા તાજેતરમાં જ કરોડોના ખર્ચે નાળાઓ બનાવાયા, તેના પણ બીલો રાતોરાત મંજુર કરી દેવાયા, પણ શહેરમાં જુઓ તો ખરા કે નાણાના કામો થયા છે કેટલાના..? : ભય-ભુખ અને ભ્રષ્ટાચારમુકત સાસન આપવાના દાવા કરનાર સરકારની મહેનત પર બની બેઠેલા સુકાની કરી રહ્યા છે પાણીઢોળ…?

હકીકતમાં નાળા સફાઈના ટેન્ડરમાં સમગ્ર ચોમાસા દરમિયાન ક્યાંય પણ કચરો કે અન્યકોઈ બ્લોકેજ થાય તો તેની સફાઈની જવાબદારી પણ જે તે કોન્ટ્રકટરને જ આપવાની ટેન્ડરમાં લખવી જોઈએ શરત

ગાંધીધામ : ગાંધીધામ નગરપાલિકાના બની બેઠેલા સત્તાધીશોની સામે શહેરના પ્રબુદ્ધવર્ગમાથી અંગુલીનિર્દેશો ઉઠવાનો વણથંભ્યો દોર સતત ચાલુ જ રહેવા પામ્યો છે. અહી નવી બોડીની વરણીના ટાંકણેથી જ આંતરીક સળવળાટ અને વિરોધ તો ઉભો થઈ જ જવા પામી ગયો હતો હવે શહેરના પ્રબુદ્વવર્ગ પણ ટકોર સાથે ગણગણાટ કરતો થઈ ગયો છે. શહેરની નાળા સફાઈની કામગીરી જે રીતે રાબેતામુજબ વિવાદોમાં જ રહેતી આવી છે તેને લઈને વધુ એક વખત પ્રબુદ્ધવર્ગમાં લાલબત્તીરૂપ સવાલો ઉભા કરવામા આવી રહ્યા છે. કહેવાય છે કે, નાળા સફાઈ ચોમાસા પહેલા કરવાને માટેના ટેન્ડરો ગાંધીધામ સુધરાઈએ મંજુર કર્યા અને ભુજ નગરપાલિકામાં પણ કરવામાં આવ્યા છે. ભુજમાં ટેન્ડર મંજુર કરાયા તેમાં આખાય ચોમાસાની જવાબદારી જે -તે ઠેકેદાર પર મુકી દેવામા આવી છે. જે આવકરદાયક નિર્ણય જ કહી શકાય તેમ છે. આમ કરવાથી ઠેકદાર ખુદ નાળા સફાઈની કામગીરીમાં ચોકકસાઈ દાખવતો થઈ જાય તેમ છે. જો તે નાળા સફાઈમાં લોમલલોલ કરશે તો ચોમાસામાં પડકારો ઉભા થવાના જ થવાના છે અને તેની જવાબદારી પણ તે જ ઠેકેદાર પર હોવાથી આવકની સામે ધસારા તેને જાળવણીના ઘણા લાગી શકે તેમ છે. આવામાં નાળા સફાઈનુ કામ વધુ ચોકકસાઈથી થવાની સંભાવનાઓ વધી જાય છે. ભુજ સુધરાઈ દ્વારા જો આ રીતે વિવેકનો ઉપયોગ થતો હોય તો ગાંધીધામ નગરપાલીકાના બની બેઠેલા સુકાનીને કેમ આવુ કંઈ સુજતુ નથી? આવો સવાલ ઉભો થવા પામી રહ્યો છે. બન્ને સુધરાઈએ નાળા સફાઈના ટેન્ડરોને આપી લીલીઝંડી, ભુજમાં નાળા સફાઈ સાથે આખાય ચોમાસા સુધીની જવાબદારી અપાઈ ગઈ જે-તે ઠેકેદારને.., ગાંધીધામ સુધરાઈના જવાબદારોને કેમ આવુ ન સુજયુ? આખાબોલો કેટલાક વર્ગતો કહી રહ્યો છે કે,નાળા સફાઈ સહિતના કામોમાં માત્ર કમિશન-કટ્ટકીઓ કેમ ઓળવી લેવી..તેની જ પડી હોય છે લ્હાય..! એક લીટીની શરતો ઉમેરતા જવાબદારોને શું તાવ ચડતો હતો? હકીકતમાં તો આ બીલો પણ ચોમાસા બાદ જ થવા જોઈએ મંજુર..! પરંતુ શહેરીજનોની સુખાકારી વધે, સુધરાઈની બચત થાય તો પછી બની બેઠેલા જવાબદારોના ગજવા કેમ ભરાય? : આ પહેલા તાજેતરમાં જ કરોડોના ખર્ચે નાળાઓ બનાવાયા, તેના પણ બીલો રાતોરાત મંજુર કરી દેવાયા, પણ શહેરમાં જુઓ તો ખરા કે નાણાના કામો થયા છે કેટલાના..?ભય-ભુખ અને ભ્રષ્ટાચારમુકત સાસન આપવાના દાવા કરનાર સરકારની મહેનત પર બની બેઠેલા સુકાની કરી રહ્યા છે પાણીઢોળ…?સત્તાપક્ષના જવાબદારોને ભાગબટાઈની લાલચ હોઈ શકે, માટે અવાજ નહી ઉઠાવતા હોય, પણ વિપક્ષી કોંગ્રેસને પણ સાપ સુંઘી ગયો છે કે શુ? વિપક્ષી નેતા ન નિમાયા એટલે સુધરાઈમાં ગમે તે નિર્ણયો લેવાય શેહર કોંગ્રેસ કે જિલ્લા કોંગ્રેસ કયાંય ન આવે આગળ? ખુદને કોઈ આવડત-સમજણ નથી અથવા તો પછી હોવા છતા વાપરવી નથી પરંતુ અન્યો જે સારી પહેલ કરી રહ્યા છે તેમાંથી તો શીખ-બોધપાઠ ગાંધીધામ સુધરાઈના આ બની બેઠેલા સુકાનીએ લેવી જ જોઈએ.

સત્તાપક્ષના જવાબદારોને ભાગબટાઈની લાલચ હોઈ શકે, માટે અવાજ નહી ઉઠાવતા હોય, પણ વિપક્ષી કોંગ્રેસને પણ સાપ સુંઘી ગયો છે કે શું?

શહેરમાં પાઈપલાઈન નવી નંખાયેલી છે, તેના ખોદેલા ખાડા પણ પુરવામાં નથી આવ્યા, આડેધડ કામો છોડી દેવાયા છે, તે પુરવામાં નથી આવ્યા, જયારે વરસાદ પડશે તો કઈક જણા ખાડામાં પડશે અને
ભંગાશે, પરંતુ સત્તાવાળાઓને આ ઠેકેદારોને એનઓસી આપી દેવાની ઉતાવળ છે શેની ?