નાલાયક હાફીઝે છુટતા જ ઓકયુ ભારત વિરૂદ્ધ ઝેર

ઇસ્લામાબાદ : ત્રાસવાદી સંગઠન લશ્કર એ તોઇબાના ફાઉન્ડર અને મુંબઇ હુમલાના માસ્ટર માઇન્ડ હાફીઝ સઇદ પાકિસ્તાનમાં નજર કેદથી મુકત થયો છે. નજર કેદથી છુટતા જ તેણે એક વિડીયો સંદેશમાં ભારત વિરૂધ્ધ ઝેર ઓકતા કહ્યુ છે કે મારી મુકિતથી ભારતની આબરૂનું ધોવાણ થયુ છે. ભારત મારૂ કશુ બગાડી શકે તેમ નથી. કાશ્મીર આઝાદ થઇને રહેશે.મુંબઇ હુમલાની વરસી પહેલા ત્રાસવાદી હાફીઝ નજર કેદમાંથી બહાર આવ્યો છે. તેણે વિડીયો સંદેશમાં આને પાકિસ્તાનની આઝાદીની જીત ગણાવી છે. તેને જાન્યુઆરીમાં જ ઘરમાં નજર કેદ કરવામાં આવ્યો હતો. વિડીયોમાં તે મુકિત માટે ન્યાયધીશોને ધન્યવાદ આપતો દેખાય છે. તેણે કહ્યુ છે કે, હકુમતના જેટલા લોકો અને સરકારના બધા અધિકારીઓ આવીને કહેતા હતા કે, આને મુકત નહી કરતા પરંતુ જ્જોએ તેઓની વાત સાંભળી મને મુકત કરવાનો આદેશ આપ્યો હતો. આ પાકિસ્તાનની આઝાદીની જીત છે અને કાશ્મીર આઝાદ થઇને રહેશે કારણ કે હું કાશ્મીરનો કેસ લડુ છુ અને કાશ્મીરને કારણે જ ભારત મારી પાછળ પડયુ છે.હાફીઝ સઇદે કહ્યુ છે કે જેલની અંદર રાખવાના ભારતના બધા પ્રયાસો નિષ્ફળ ગયા છે. જ્જોના પ્રયાસોથી ભારતે શરમ અનુભવી પડી છે. એ સાબીત થયુ છે કે પાકિસ્તાન એક સ્વતંત્ર દેશ છે અને ભારત મારૂ કઇ બગાડી શકે તેમ નથી.