નાપાક યુદ્ધવિરામ ભંગ યથાવત : બોર્ડર પર એલર્ટ

વહેલી સવારે પાક.તરફથી ફરી અંધાધુંધ ફાયરીંગ શરૂઃ ઉરી – નૌસેરા સેકટરમાં સિઝફાયર ઉલ્લંઘન કરાયું : પાંચના મોત – ૬૦૦ લોકો બેઘર

ભારતીય સેના પ્રમુખ બિપિન રાવતનો આજથી કાશ્મીરમાં પડાવ : રમઝાન બાદ ભારતે બંધ કરેલ ફાયરીંગ પછીની સ્થિતિનું કરશે નિરિક્ષણ

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરના ઉરી અને નૌસેરા સેકટરમાં પાકીસ્તાન તરફથી સવારથી જ ફાયરીંગ ચાલુ છે. નૌશેરામાં સીઝફાયરનું ઉલ્લઘન કરતા પાકીતાન દ્વારા મોર્ટાર ફેકવામા આવ્યા છે. જેમાં એક નાગરીકને ગંભીર ઈજાઓ પહોંચી છે. પાકીસ્તાન દ્વારા ઓટોમેટિક વેપન અને મોર્ટાર ફેકવામા અવી રહ્યા છે. ગઈકાલથી અત્યાર સુધી બોર્ડર પર ફાયરીંગમા પાંચ લોકોનામોત થયા છે જયાર ૪૦થી વધુ લોકો ઘાયલ થયા છે.
પાકીસ્તાન દ્વારા સતત બોર્ડર પર ફાયરીંગ દરમ્યાન સેના પ્રમુખ બિપિન રાવત આજથી બે દીવસ જમ્મુ કાશ્મીરમાં રોકાશે. કેન્દ્રએ રમઝાન પર આતંકવાદીઓ પર ગોળી ચલાવવા પર પ્રતિબંધ લગાવ્યા બાદ જનરલ રાવતની આ પહેલીસ યાત્રા છે. આ દરમ્યાન જનરલ રાવત જમ્મુ કાશ્મીરમાં પાકીસ્તાન તરફથી થઈ રહેલા ફાયરીંગનું નિરિક્ષણ કરશે.
ગત સાત દિવસોથી ચાલી રહેલા પાકીસ્તાન દ્વરા ફાયરીંગનો જવાબ બીએસએફ પણ યુદ્ધસ્તર પર આપી રહ્યો છે. બીએસએફના સુત્રોના જણાવ્યા અનુસાર ભારતની જવાબી કાર્યવાહી ગત સાત દિવસોમાંપાકીસ્તાની આર્મીના આઠ રેંજર્સના મોત થયા છે. ભારતીય સેનાની જવાબી કાર્યવાહીમાં ઘણા રેંજર્સ અને ઘણા જવાન ર ઘાયલ થયા છે. બીએસએફના ફાયરીંગમાં ઘણા પાકીસ્તાની બંકર નષ્ટ થયા છે. પાકીસ્તાન દ્વારા સતત કરવામા આવી રહેલ સીઝફાયરના ઉલ્લઘનના લીધે જમ્મુ કાશ્મીરના ઘણા વિસ્તારોમાં ભયનો માહોલ સર્જાયો છે. બોર્ડર પર પાકીસ્તાનની નાપાક હરકતો ચાલુ છે. બુધવારે સતત નવમા દિવ્સે પણ પાકીસ્તાન દ્વારા ગોળીબાર અને મોર્ટાર ફેંકવાના લીધે અત્યાર સુધીમાં પાંચ લોકોના મોત થયા છે તો વળી ૬૦૦ લોકો ઘાયલ થવા પામ્યા છે.