નાપાક મહેબુબાના મુજરા સામે તાંડવનો પરચો દેખાડો : પ૬ની છાતીવાળી મોદી સરકારના કયારે ઉગડશે ત્રિનેત્ર ?

  • કાશ્મીર મુદ્દે સતત પાક રાગ આલાપતી

પાકિસ્તાનના ઈશારો મુજરા કરવાનુ મહેબુબાને બરાબરનું ફાવી ગયુ છે, પીએમની સર્વપક્ષીય બેઠકમાં પણ મહેબુબામુફિતએ બેખોફીથી આલાપ્યો પાકનો રાગ : પાક સાથે કાશ્મીર મુદ્દે વાતચીત કરવાની મહેબુબાએ આપી દીધી ભારતને નશ્યત : ભારતની કેન્દ્ર સરકારનું ઈમાન હજુય કેટલું સુતુ રહેશે..! : ભારતમાં પાકીસ્તાનની વાહ..વાહ કરનારી મહેબુબા, કાશ્મીર ખીણને આતંકવાદની ખાણ બનાવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવનાર મુફિત પરીવારની મહેબુબાની શાન ઠેકાણે કેમ ન લાવી દેવાઈ? મહેબુબા આટઆટલી હિંમત કરી જ જાય કેમ? ભાજપ દેશ પ્રથમ(નેશન ફર્સ્ટ)નું સુત્ર ભુલી ગઈ છે કે શુ? હાલમાં લેવાતા નિર્ણયો પક્ષ પ્રથમ, દેશ પછી લાગી રહ્યો છે.., નહી તો મહેબુબા જેવાઓને તો ભાજપે વહેલા પાડી દીધા હોય ઠેકાણે..? રાષ્ટ્રવાદી વૈચારિક વર્ગમાં ભાજપ પ્રત્યે ફેલાતો કચવાટ

દુશ્મન દેશના ઈશારે ભારતમાં ઝેર ઓકતા મહેબુબા જેવા તત્વોની દવા કર્યા વિના દુખવાો દુર નહી થાય..! :
પીએમની બેઠકને કાશ્મીરના ગુપકારના મોટાભાગના નેતાઓએ શાંતીપૂર્વક આવકારી, ઓમર અબ્દુલ્લા જેવા પાંચથી વધુ નેતાઓ તો રહ્યા તદન મૌન : પુનઃ નિર્માણના વિશ્વાસને મજબુત કરવા સમાન ગણાવી આ બેઠક, પરંતુ પાકિસ્તાનના ઈશારે જ કુદાકુદ કરતી મહેબુબા મુફિતએ જ કલમ ૩૭૦નો વિષય ઉઠાવી પાકીસ્તાની રાગ આલાપ્યો અને ખુદની ઔકાત તથા પુંછડી વાંકીને વાંકીનો જ આપ્યો દાખલો : કાશ્મીરનો સાચો વિકાસ કરવો હોય તો મહેબુબા મુફિત જેવાઓને કરો દુર, કાશ્મીરને યુદ્ધનું સમરાંગણ બનાવવા ઈચ્છતી પીડીપી અને તેના મહેબુબા મુફિતને અહીના વિકાસની બ્લુપ્રિન્ટની નીતી-રિતીઓથી પણ રાખવી જોઈએ દુર : તો જ અટલજીની વિચારધારા વાળુ ઈન્સાનિયત-જમ્મુરિયત-કાશ્મીરીયતનું સુત્ર થાય સાર્થક

કાશ્મીરમાં સુખશાંતિ ઈચ્છતા હોયતો પહેલા પાકિસ્તાની એજન્ટ મહેબુબા મુફતીને કાશ્મીરથી કરો મુક્ત

ગાંધીધામ : લોકસમાનસમાંથી કોરોના અને તેમાં સરકારની નિષ્ફળતા ભુલાવવાને માટે રોજ બરેાજ નવા નવા મુદાઓ ગાજતા થઈ રહ્યા છે. યુપીમાં એકાએક જ ધર્મપરીવર્તનનુ ભુત જાગી ઉઠયુ તો વળી રાષ્ટ્રીય સ્તરે સમાંતર રીતે જ કાશ્મીરનું પ્રેત એકાએક જ જીવંત કરી દેવામા આવ્યુ છે. હા, દેશના વડાપ્રધાને કાશ્મીરના વિષયને લઈને ગુપકારના અલગ અલગ ૧૪થી વધુ નેતાઓની સાથે સર્વદળીય બેઠક યોજી દીધી. લોકસભા સહિતની ચુંટણીઓ જેમ જેમ નજીક આવશે તેમ તેમ હિન્દુત્વ, અને રાષ્ટ્રવાદી મુદાઓ જોર પડકતા જશે અને જેમ ચુંટણીઓ જતી રહશે એટલે ફરીથી આ મુદાઓ વિસરાઈ જશે અને અલોપ થવા પામી જશે. આપણે આશા સેવીએ કે, કાશ્મીરના સર્વાંગી વિકાસને લઈને જે રીતે પ્રયાસો કરવામા આવ્યા છે તે ચુંટણીલક્ષી ન હોય.જો કે, કાશ્મીરની બેઠકને લઈને જ વાત કરીએ તો અહી દુશ્મન દેશના ગાણાં ગાતી મહેબુબા મુફિતએ ખુદની ઔખાત વધુ એક વખત દર્શાવી દીધી છે. બેઠક યોજાય તે પહેલા જ મહેબુબાએ પાકીસ્તાનને ગમે તેવા મુજરા શરૂ કરી દીધા હતા. પ્રથમ તો બેઠકમા નહી જોડાય તેમ નિવેદન આપ્યુ, બાદમાં ભારત-પાકીસ્તાની વાર્તા-મંત્રણા થાય તેવી નશ્યત આપી દીધી હતી. પાકીસ્તાનના ઈશારે મુજરા કરવા મહેબુબાને ખુબ જ ફાવી ગયા હોય તેમ આ બેઠકમાં સૌ કોઈએ કાશ્મીરના વિકાસની જ વાત કરી પણ મહેબુબાએ ભારતની ધરતી પર ભારતીય વડાપ્રધાનની હાજરીમાં પાકીસ્તાની રાગ વધુ એક વખત બેૈખોફીથી આદરી દીધો હતો. તેણે કહ્યુ કે કાશ્મીર મુદે ભારત પાકીસ્તાનની સાથે કેમ વાતચીત નથી કરતુ? તેણીએ કહ્યુ કે, પહેલા કલમ ૩૭૦ પ્રસ્થાપિત કરવામા આવે તે બાદ જ કાશ્મીરને લઈને કોઈ બીજી વાત કરી શકાય. ૧૦૦ વાતની એક જ વાત હોય કે, મહેબુબા મુફિત ભારતની જમીન પર આ રીતે પાકીસ્તાની વકાલત-દલાલી કરી જ કેવી રીતે શકે? કેન્દ્ર સરકારના કોઈનુ પણ કેમ પેટનુ પાણી નથી હાલતુ? હકીકતમાં તો નાપાક રાગ આલાપતી અને પાકીસ્તાનને માટે મુજરા કરતી મહેબુબાની સામે હવે તાંડવનો પરચો કેન્દ્ર સરકારે દેખાડવો જ જોઈએ. રાષ્ટ્રવાદી વિચારધારાને વરેલા લોકોમા ંભારે કચવાટ ફેલાઈ જવા પામ્યો છે અને સવાલો પણ ઉઠી રહ્યા છે. ભારતની કેન્દ્ર સરકારનું ઈમાન હજુય કેટલું સુતુ રહેશે..! ભારતમાં પાકીસ્તાનની વાહ..વાહ કરનારી મહેબુબા, કાશ્મીર ખીણને આતંકવાદની ખાણ બનાવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવનાર મુફિત પરીવારની મહેબુબાની શાન ઠેકાણે કેમ ન લાવી દેવાઈ? મહેબુબા આટઆટલી હિમંત કરી જ જાય કેમ? ભાજપ દેશ પ્રથમ(નેશન ફર્સ્ટ)નું સુત્ર ભુલી ગઈ છે કે શુ? હાલમાં લેવાતા નિર્ણયો પક્ષ પ્રથમ, દેશ પછી લાગી રહ્યો છે.., નહી તો મહેબુબા જેવાઓને તો ભાજપે વહેલા પાડી દીધા હોય ઠેકાણે..? મુફિતના વર્તમાન નીવેદનો દેખાડે છે કે તે હજુય દીલથી ભારયીય નથી બની. અને આવા નેતા-નેતીની પાસે ભારતીય હિતની અપેક્ષા રાખવી પણ કેટલી યોગ્ય કહેવાય.! મુફિત જેવાઓની સામે તો જેવા સાથે તેવાનો જ તાલ કરી દેખાડવો જોઈએ.તાજેતરમા જ વિશ્વની પ્રભાવી નેતાઓની યાદીમાં મોદીજી પ્રથમ ક્રમં મુકાયા હતા, તો પછી આ વિશ્વ કક્ષાના પ્રથમ નંબરે આવતા નેતા ખુદના પ્રભાવથી કાશ્મીર જેવા મુદાઓ કેમ ઉકેલી નથી શકતા? મહેબુબા મુફિત જેવાઓ પાકીસ્તાની રાગ આલાપી મૂજરા કરી રહ્યા હોય તેવા સમયે પણ આપણી કેન્દ્ર સરકાર કેમ તાંડવ કરીને ભારતીય શકિતનો પરચો નથી દેખાડતી?આ લાતોના ભુત છે તે વાતોથી સમજે એમ નથી. મોદી સરકારે પાકીસ્તાનની સામે અગાઉ પણ એરસ્ટ્રાઈક-સર્જીકલ સ્ટ્રાઈક કરી અને ત્રાસવાદને ડામવામાં કારગતા પુરવાર કરી છે. સરહદ બહાર ઉપયોગમા લેવાતી આ નીતી સરહદની અંદર પણ અમલી બનાવી જ પડે તેમ છે. પાકીસ્તાન તરફી મુજરા કરનારાઓના ટાંટીયા તોડવા જરૂરી જ છે. ભારતમાં ઉભા રહી અને પાકીસ્તાન તરફી રાગ આલાપી જાય તે તો જરા સહેજ પણ ચલાવી ન લેવાય. આનાથી ઉલ્ટું સહેજ વિચાર તો કરી જુઓ કે પાકીસ્તાનમાં આ રીતે કોઈ ભારતીય ઉભો રહી અને ભારત માટે વકીલાત કરે તો શુ અવદશા થાય? તો પછી આપણી કેન્દ્ર સરકાર સત્તાની સાંઠમારીમાં દેશના સાર્વભૌત્મવ, સન્માનને મહેબુબા જેવાઓ સાથે બેઠકો યોજીને કેમ ઠેસ પહોંચાડી રહી છે? જમ્મુ કાશ્મીર બાબતે સર્વપક્ષીય બેઠક પછી લાગી રહયું છે કે આ કેન્દ્રશાસિત પ્રદેશમાં ઝડપથી રાજકીય પ્રક્રિયાઓ આગળ વધી શકે છે. મીટીંગમાં કોંગ્રેસ પક્ષનું નેતૃત્વ કરનાર ગુલામ નબી આઝાદે કહયું કે મીટીંગની સફળતાનું શ્રેય બધા પક્ષોને જાય છે જેમણે તેમાં ભાગ લીધો. ફારૂક અબ્દુલ્લાએ કહ્યુ કે, અમે ભારતની વાત કરવા આવયા છીએ. કાશ્મીરના વિકાસની વાત માટે આવ્યા છીએ. ઓમરઅબ્દુલા સહિતના પાંચ નેતાઓ આ વાતને સમર્થન આપતા હોય તેમ તારાચંદ, ગુલામ એ મીર, રવિન્દ્ર રૈના સહીતનાઓ આખી મીટીગ દરમ્યાન મૌન રહ્યા હતા. પરંતુ મહેબુબા મુફિત કે જેના પરીવારે કાશ્મીર ખીણમાં આતંકવાદની ખાણના બીજ વાવ્યા છે તેણે જ પાકીસ્તાની રાગ આલાપ્યો હતો. હકીકતમાં કાશ્મીરમાં શાંતિ-અમન અને વિકાસ સાધવો હશે તો મહેબુબા મુફિત જેવાઓને તેની બ્લુપ્રિન્ટથી દુર કરવા જ પડશે. તો અને તો જ અલટ બિહારી વાજપાઈજીની કલ્પનાનું કાશ્મીર એટલે કે જમ્મુરિયત-ઈન્સાનીયત અને કાશ્મિરયતનું સુત્ર સાર્થક કરી શકાય તેમ છે.