નાની-મોટી બાલાચોડ સીમમાં જુગાર રમતા પાંચ ખેલીઓ ઝડપાયા

નલિયા : અબડાસા તાલુકાના નાની- મોટી બાલાચોડ ગામની સીમમાં આવેલા શોશરપરીની દરગાહ પાસે તીનપત્તિનો જુગાર રમતા પાંચ ખેલીઓને નલિયા પોલીસે છાપો મારી પ૬,૪૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર જુગાર રમવાના આરોપમાં ચેતન રામજી ભાનુશાલી (ઉ.વ. ર૪), કનૈયાલાલ મંગલદાસ ભાનુશાલી (ઉ.વ. ૩પ), જય લક્ષ્મીદાસ ભાનુશાલી (ઉ.વ. ર૮), નીતિન લક્ષ્મીદાસ ભાનુશાલી (ઉ.વ. ર૯), હેમાંગ રાજેશગિરિ ગોસ્વામી (ઉ.વ. ૧૮) (રહે તમામ નાની બાલાચોડ)ને નલિયા પીએસઆઈ શ્રી પ્રજાપતિ તથા મોથાળા ઉપ થાણાના હેડ કોન્સ. કેતનભાઈ શેખડિયા, શૈલેષ ટાંક વિગેરેએ છાપો મારી રોકડા રૂપિયા ૧૪૦૦ તથા ૪ મોટર સાઈકલો મળી પ૬,૪૦૦ના મુદ્દામાલ સાથે પકડી પાડયા હતા.