નાની ખેડોઈ પંચાયત અલગ થવાના એંધાણ : તાલુકા પંચાયતમાં ગ્રામસભાનો ઠરાવ પેશ

પંચાયત તરફથી ઠરાવ મળ્યો છે, જે સબબની જિલ્લાકક્ષાએ દરખાસ્ત મોકલવામા આવશે : દીલીપ ચાવડા(ટીડીઓ-અંજાર)

ગાધીધામ : અંજાર તાલુકામાં સૌથી મોટી એવી ખેડોઈ ગ્રામ પંચાયતમાંથી નાની ખેડોઈ અલગ થવા પામી શકે છે તેવા એંધાણ સામેઆવવા પામી રહ્યા છે. આ બાબતે જાણવા મળતી વધુ વિગતો અનુસાર મોટી ખેડોઈમાંથી અલગ થવાને માટે ગ્રામ પંચાયત તથા ગ્રામસભાનો ઠરાવ પેશ કરવામા આવ્યો છે અને મોટી ખેડોઈમાથી નાની ખેડોઈને અલગ કરવાની રજુઆત કરવામા આવી છે.
આ બાબતે અંજાર તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી શ્રીચાવડાને પુછતા તેઓએ કહ્યુ હતુ કે, મોટી ખેડોઈમાથી અલગ થવાને માટે નાની ખેડોઈ ગ્રામ પંચાયત તથા ગ્રામ સભાનો ઠરાવ તેઓ તબક્કે રજુ કરવામા આવ્યો છે અને હવે તે માટેની ધોરણસરની પ્રક્રીયા અનુસાર તેની દરખાસ્ત જિલ્લાકક્ષાએ મોલવામા આવશે.