નાની ખાખરમાં મારામારી : સામ સામે ફોજદારી

માંડવી : તાલુકાના નાની ખાખર ગામે સામાન્ય મુદ્દે મારામારી થતા બન્ને પક્ષે સામ સામે ફોજદારી નોંધાઈ હતી. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ ઈલિયાસ હુશેન લંધાયા (ઉ.વ.૪પ) (રહે. નાની ખાખર તા.માંડવી)ની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવેલ કે તેઓના દિકરા જાવેદ અને મુસ્તાક હાલા વચ્ચે અગાઉ બોલાચાલી થયેલ તે બાબતે સમાધાન પણ થઈ ગયેલ હતું તે બાબતનું મનદુઃખ રાખી આદિલ ગુલામ હાલા તથા મુસ્તાક ગુલામ હાલા (રહે. બન્ને નાની ખાખર) તથા અંજારનો મુસીયો બાયડ તથા મુસયા ભેગો આવેલ અજાણ્યો ઈસમે તેઓ તથા સાહેદોને ગાળો આપી લોખંડના પાઈપ તથા લાકડીઓ વડે મારમારી અસ્થિભંગ સહિતની ઈજાઓ પહોંચાડી હતી. તો બીજી તરફ આદિલ ગુલામ હાલા (ઉ.વ.ર૩) એ પોતાને તથા પોતાના પિતાજીને ઈલિયાસ હુશેન લંધાયા, જાવેદ ઈલિયાસ લંધાયા તથા જમીન ઈલિયાસ લંધાયાએ મુસ્તાક સાથે થયેલ માથાકુટનું મનદુઃખ રાખી લોખંડના વડે મારમારી ફ્રેકચર સહિતની ઈજાઓ પહોંચાડવાની ફરિયાદ આપતા માંડવી પોલીસે બન્ને પક્ષે સામ સામે ગુનો નોંધી બિદડા ઉપથાણાના હેડ કોન્સ નરસીભાઈ વાઘેલાએ તપાસ હાથ ધરેલાનું પીએસઓ પેથાભાઈ સોધમે જણાવ્યું હતું.