નાના ભાડિયામાં સીઆઈએસએફ કર્મીના પત્નીનો અકળ આપઘાત

પતિ રજા ઉપર વતનમાં ગયો અને પત્નીએ આત્મહત્યા કરી લેતા અરેરાટી

 

માંડવી : તાલુકાના નાના ભાડિયા ગામે સ્ટાફ ક્વાટર્સમાં રહેતી પરિણીતાએ આત્મહત્યા કરી લેતા પરિવારજનોમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી.
માંડવી પોલીસ મથકના બિદડા ઉપથાણાના સહાયક ફોજદાર દિપસિંહ સોઢાએ વિગતો આપતા જણાવેલ કે, ટાટા પાવર પ્લાન્ટ ઉપર સીઆઈએસએફમાં કોન્સ્ટેબલ તરીકે નોકરી કરતા આહિર પ્રશાંત બાપુની પત્ની સોનાલી (ઉ.વ. ર૪)એ આજે સવારે નવ વાગ્યે નાના ભાડિયા ખાતે આવેલા ટાટા પાવર પ્લાન્ટના સ્ટાફ ક્વાટર્સમાં કોઈ અગમ્ય કારણોસર ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. સોનાલીના પતિ રજા ઉપર પોતાના વતન ગયેલા અને પોતાનો પુત્ર તથા પોતે ઘરે હતા ત્યારે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. હતભાગીએ કેવા કારણે આત્મઘાતી પગલું ભર્યું હશે તે તો તેનો પતિ તથા માવતર પક્ષ આવેથી તેમની પુછતાછમાં સપાટી ઉપર આવી શકે તેમ છે હાલે લાશને પીએમ માટે હોસ્પિટલ મોકલી આપવા કાર્યવાહી હાથ ધરેલ છે.