નાના દિનારામાં નવી શાળાનો પ્રારંભ

ત્રણ વર્ષથી માંગણી બાદ શાળાને મંજુરી મળી

 

ભુજ : ખાવડા તાલુકાના નાના દિનારા (ધાણીવાસ) માં ત્રણ વર્ષની માંગણીઓ બાદ શાળાની મંજુરી મળી છે અને તેને શરૂ પણ કરી દેવામાં આવી છે. આ વિસ્તારના કુલ ૧૦૦ જેટલા બાળકોની સંખ્યા હોવાથી શાળાની મંજુરી બાબતે ત્રણ વર્ષથી માંગણી કરવામાં આવતા સત્રમાં શાળાની મંજુરી મળી છે. મંજુરી મળતા બાળકો અને વાલીઓમાં ખુશીની લહેર જોવા મળી હતી. તા. ૬/૮/૧૮ ના નાના દિનારાના ધાણીવાસ ખાતે શાળાનો પ્રારંભ કરાયો હતો. જેમાં ૯૦ થી ૧૦૦ જેટલા બાળકો હાજર રહ્યા હતાં. નવી શાળા શરૂ થતા આગેવાનોએ બાળકોને બુક, પાટી, પેન સહિતની વસ્તુઓ આપી પ્રોત્સાહિત કર્યા હતા. હાલમાં, એક પ્રાઈવેટ રૂમમાં શાળા ચાલુ કરવામાં આવી છે. સરકાર પાસેથી ગ્રાન્ટ ફાળવાયા બાદ વધુ રૂમોની વ્યવસ્થા કરવામાં આવશે. આ તકે ગામના આગેવાનો અધિકારીઓ, સામાજીક કાર્યકર, વાલીઓ હાજર રહ્યા હતાં.