નાના કપાયાના તડિપાર થયેલા આરોપીને પોલીસે ઝડપ્યો

ભુજ ઃ મુંદરાના પ્રાંત અધિકારી દ્વારા તડિપાર કરાયેલા શખ્સે હદ પારીના કેસનો ભંગ કરતાં મુંદરા પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ પ.કચ્છ એસ.પી. એમ.એસ. ભરાડાની સુચનાથી તેમજ મુંદરા પીઆઈ બી.આર. ડાંગરના માર્ગદર્શન હેઠળ પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન કચ્છ સહિતના મોરબી, રાજકોટ, પાટણ અને બનાસકાંઠાના જિલ્લામાંથી ૧ વર્ષ માટે હદ પાર કરાયેલા શખ્સને મુંદરા પોલીસે ઝડપી પાડયો હતો. મુંદરા તાલુકાના નાના કપાયામાં રહેતા બાકીરાજ રામાક્રિષ્ના કાઉન્ડરને પોલીસે હદપારીના કેસનો ભંગ કરવા શબબ ઝડપી પાડ્યો હતો. આરોપીએ હદપારી હુકમનો ભંગ કરતાં જી.પી. એકટ ૧૪ર મુજબ અટક કરી તેની વિરૂદ્ધ ગુનો નોંધીને મુંદરા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.