નાણા કટોકટી નથી કોઈ મોટી સમસ્યા : આરબીઆઈની સ્પષ્ટતા

રાજયનાણામંત્રી એસ.પી. શુકલાએ પણ આપી ધરપત

મુંબઈ : દેશભરના કેટલાક રાજયો કેશલેસનીઅવસ્થામાં આવી જવા પામી ગયા છે ત્યારે હવે બીજીતરફ આ બાબતે દેશની સૌથી મોટી એવી આર્થિક સંસ્થા રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયા દ્વારા સ્પષ્ટતા કરવામા આવી છે અને નાણા રાજયમંત્રી એસ.પી. શુકલા દ્વારા પણ ધરપત આપવામા આવી છે જેમાં જણાવ્યા અનુસાર નાણાની તંગ એ કોઈ મોટી સમસ્યા નથી. સ્થિતી ઝડપથી સામાન્ય બની જશે તેમ રાજય નાણામંત્રી એસ.પી. શુકલાએ પણ જણાવ્યુ છે. કેટલાક રાજયોમાં કેસ સંકટ છે. રાજયમંત્રીએ કહ્યુ હતુ કે તેઓની પાસે હાલમાં એક કરાડે પચ્ચી લાખની રોકડ ઉપલ્બધ હોવાનો દાવો કરાયો હતો. રાજયમંત્રીએ કહ્યુ હતુ કે, દેશભરમાં કેસ ટ્રાન્સફર કરાવવા માટે આરબીઆઈ દ્વારા કીટીમીની રચના કરવામા આવી છે તો વળી આગામી ત્રણ જ દીવસમાં કેસની સમસ્યા સંકેલાઈ-ઉકેલાઈ જશે તેવો વિશ્વાસ પણ દર્શાવ્યો હતો.