નાણાકીય સહાય મેળવવી બંધારણીય અધિકાર નથી : સુપ્રીમ

(એ.આર.એલ),નવીદિલ્હી,અલાહાબાદ હાઈ કોર્ટે ધ ઇન્ટરમીડિયેટ એજ્યુકેશન ઍક્ટ ૧૯૨૧ હેઠળ રચાયેલા નિયમ ૧૦૧ના આદેશને ઉત્તર પ્રદેશ સરકારે ગેરબંધારણીય ગણાવીને પડકાર્યો એના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટે આ નિરીક્ષણ કર્યું હતું.સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે હવે સહાય મેળવવી એ બંધારણીય અધિકાર નથી ત્યારે આ નિર્ણયના અમલીકરણને પડકારવાની ક્ષમતા મર્યાદિત બની જાય છે. બેન્ચે જણાવ્યું હતું કે નીતિગત નિર્ણય જાહેર હિતમાં લેવાય છે. આ પ્રકારના નિર્ણયને પડકારી શકાતા નથી, સિવાય કે એમાં એક પ્રકારની હદ સુધીનું વિવેક-મુનસફીપણું હોય. વહીવટી સત્તા વૈધાનિક સત્તાનો અવશેષ છે, આથી સત્તાના કથિત અમલીકરણની વાત આવે ત્યારે અસ્પષ્ટ કાયદામાં સુધારાને ફક્ત અંદાજ કે અટકળના આધારે પડકારી ન શકાય.સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે ‘સરકાર શિક્ષણ સંસ્થાઓને સહાય આપતી વખતે નાણાકીય મર્યાદા અને ખામીઓ સહિતનાં વિવિધ પરિબળો પર વિચાર કરી શકે છે. હવે જ્યારે સંસ્થાઓને સહાય આપવાની વાત આવે છે ત્યારે એમાં લઘુમતી અને લઘુમતી ન હોય એવી સંસ્થાઓ જેવો ભેદભાવ રાખી ન શકાય.’અદાલતની બેન્ચમાં ન્યાયાધીશ એસ. કે. કૌલ અને એમ. એમ. સુંદરેશનો સમાવેશ હતો.