નાડાપામાં ફોરક્લિપ ઓપરેટરની બેદરકારીથી થયેલ મોત અંગે ફરિયાદ

ભુજ : તાલુકાના નાડાપા સીમ મધ્યે આવેલ કંપનીમાં ફોરક્લિપ ઓપરેટરની બેદરકારીથી શખ્સના મોત બાબતે પોલીસ ફરિયાદ કરાઈ હતી.નાડાપા સ્થિત શ્રીરામ ક્યોલીન ચાઈનાકલે કંપની મધ્યે આરોપી બહાદુર કરણ ગરાસીયા ફોર ક્લિપ ઓપરેટર ફોર ક્લિપ રજી નં. જીજે. ૧ર. સીએમ, પ૩૦પમાં ૧૩૦૦ કિલોનો ચાઈનાકલે ભરેલી જમ્બુ બેગ ઉપાડી ગાડીમાં લોડીગ કરવા જતા બેદરકારી દાખવીને ફોર ક્લિપ પલ્ટી ખવડાવી રાકેશભાઈ દીનાભાઈ કટરાને છાતીના ભાગે ગંભીર તથા જમણા હાથમાં ફ્રેકચર જેવી ઈજાઓ પહોંચાડી મોત નીપજાવતા ફરિયાદી મોહનભાઈ ઉર્ફે મનુભાઈ ખાનજી પરમારે (ઉ.વ.૪પ) (રહે. મમુઆરા તા.ભુજ) પધ્ધર પોલીસ મથકે આરોપી સામે ફરિયાદ નોંધાવી હતી.