નાડાપામાં પત્રકારના નામે નાણા ખંખેરનાર શખ્સોના વધુ એક દિવસના રિમાન્ડ

ભુજ : તાલુકાના નાડાપા ગામે ખેતીની જમીનમાં જેસીબીથી વાડ બનાવી રહેલા ચાલક અને માલિકનો વીડિયો બનાવી વાહન જપ્ત કરાવવાની ધમકી આપીને બે મીડિયા કર્મચારીઓએ રૂપિયા ૧ લાખ ર૦ હજાર પડાવ્યા હતા. જે અંગે પદ્ધર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. જેમાં સ્વતંત્ર ભૂમિ ન્યુઝના પત્રકાર એવા આરોપી ભાવેશ ડાંગર અને ભુજના જયદીપગિરિ ગુંસાઈએ રૂપિયા ૪થી પ લાખની માંગણી કરી હતી. અંતે ભોગ બનનાર પાસેથી રૂપિયા ૧ લાખ ર૦ હજાર પડાવ્યા હતા. બન્ને આરોપીઓની પોલીસે ધરપકડ કરી રિમાન્ડ પર લીધા હતા. જેમની રિમાન્ડ મુદ્દત આજે પુર્ણ થતા પોલીસે વધુ રિમાન્ડની માંગણી કરી હતી. જે સંદર્ભે કોર્ટે વધુ એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા તેવું પધ્ધર પીએસઆઈએ જણાવ્યું હતું.