નાગાલેન્ડથી આવેલા ૫૨ BSF જવાનો કોરોના સંક્રમિત

(જી.એન.એસ.)બનાસકાંઠા,એક તરફ ગુજરાતમાં કોરોનાના બહોળા પ્રમાણમાં કરવામાં આવેલા રસીકરણ બાદ કોરોના કાબૂમાં હોય તેવું ચિત્ર ઉપસ્થિત થઈ રહ્યું છે. તેની વચ્ચે લોકોની બેદરકારી દિનપ્રતિદિન વધી રહી છે. લોકો બધું ભૂલી અને સામાન્ય જીવન જીવવા લાગ્યા છે, પરંતુ એક એવી ઘટના સામે આવી છે કે જેને લઇને લોકોએ હજુ પણ જાગૃતિ રાખવી પડશે તેમ લાગી રહ્યું છે. થરાદમાં નાગાલેન્ડ થી આવેલ બીએસએફના એકસાથે ૫૨ જવાનો કોરોના પોઝિટિવ હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે ગુજરાતમાં ત્રીજી લહેરના ભણકારા વાગી રહ્યા છે, ત્યાં કોરોના વિસ્ફોટ થયો છે. બનાસકાંઠામાં એકસાથે ૫૨ બીએસએફ જવાનો કોરોના સંક્રમિત થવાની વાતથી ચકચાર મગી ગઈ છે. બનાસકાંઠામાં અત્યાર સુધી ૫૨ બીએસએફ જવાનો કોરોના પોઝિટિવ થયા છે. આ તમામ જવાનો પશ્ચિમ બંગાળ અને નાગાલેન્ડથી બનાસકાંઠા આવ્યા હતા. કુલ ૪૪૩ બીએસએફ જવાનોનો કોરોના રિપોર્ટ કરાયો હતો. સંક્રમિત જવાનોને થરાદની મોડલ સ્કૂલમાં ક્વોરેન્ટાઈન કરાયા છે. નવા વેરિયન્ટની તપાસ માટે સેમ્પલ ગાંધીનગર મોકલાયા છે.સરકારની સક્રિયતા અને બહોળા પ્રમાણમાં રસીકરણને કારણે કોરોનાના કેસ માં ઘટાડો થઈ રહ્યો છે ઉપરાંતગુજરાતમાં કોરોનાના કેસ તબક્કાવાર કાબુમાં આવી રહ્યો છે.