નાગવીરી ગામે વાડીમાંથી ૧૦પ કવાર્ટરીયા શરાબ સાથે એક ઝડપાયો

નખત્રાણા : તાલુકાના નાગવીરી ગામની સીમમાં વાડીમાં છાપો મારી એક શખ્સને ૧૦,પ૦૦ની કિંમતના ૧૦પ કવાર્ટરીયા શરાબ સાથે પકડી પાડ્યો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર નખત્રાણા પોલીસ મથકના પીએસઆઈ એલ.પી. બોડાણાને મળેલ બાતમી આધારે હેડ કોન્સ સવાભાઈએ નાગવીરી ગામે વાડીમાં રહેતા વિજય દેવરાજ ગઢવીની વાડીમાં છાપો મારી ૧૦પ કવાર્ટરીયા શરાબ કિં.રૂ. ૧૦,પ૦૦ના મુદ્દામાલ સાથે પકડી પાડી સલાખો પાછળ ધકેલી દીધો હતો.
આરોપીએ દારૂનો જથ્થો કયાંથી મેળવેલ અને તેની સાથે અન્ય કેટલા શખ્સો સામેલ છે, અગાઉ દારૂની કેટલી ખેપ મારેલ તે સહિતની વિગતો જાણવા રિમાન્ડ મેળવવા કાર્યવાહી હાથ ધરેલાનું પીએસઓ બાબુલાલ શુકલએ જણાવ્યું હતું.