નાગલપર પાસે છોટાહાથી પલ્ટી મારતા પ્રવાસીઓ ઘવાયા

અંજાર : તાલુકાના નાગલપર ગામ પાસે છોટાહાથી પલ્ટી મારી જતા તેમાં સવાર પ્રેસેન્જરોને ફ્રેકચર સહિતની ઈજાઓ થવા પામી હતી.પ્રાપ્ત વિગતો મુજબ તેમજ જસીબેન વેલાભાઈ ખટારિયા (ઉ.વ.૬૦) (રહે. મોટા બંદરા તા.ભુજ)ની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવેલ કે એક્સિડેન્ટનો બનાવ ગત તા.૬-ર-૧૮ના બપોરના પોણા વાગ્યે નાગલપર ગામે રોડની ગોલાઈમાં બનવા પામ્યો હતો. તેણી તથા તેણીના ભાઈ સગાઓ લખુભાઈ જખુભાઈ મરંડ તેણીનો ભાઈ થાય છે તેના છોટાહાથી નંબર જીજે. ૧ર. એવાય. ૭૯પ૬માં બેસી જતા હતા ત્યારે નાગલપર પાસે છોટા હાથીને બેદરકારીપૂર્વક હંકારી પલ્ટી ખવડાવતા પોતાને તથા તેણી અને તેણીના અન્ય સગાઓને ફ્રેકચર સહિતની ઈજાઓ થતા અંજાર પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરેલ છે.