નાગલપરમાં કુતરું ઘરમાં ઘુસી જવાના મુદ્દે મારામારી

માંડવી : માંડવી તાલુકાના નાગલપર ગામે એક પડોશીના ઘરનું કુતરૂ બીજા પડોશીના ઘરમાં ઘુસી જતા થયેલી બોલાચાલી મારામારીમાં પરિણમી હતી જેની પોલીસ ફરિયાદ કરાઈ હતી.
માંડવી પોલીસ દફતરેથી પ્રાપ્ત વિગતો મુજબ તેમજ ફરિયાદી સુરેન્દ્રનાથ વિઠ્ઠલભાઈ નાથ (રહે. શિવમપાર્ક નાગલપર)વાળાએ જણાવ્યા અનુસાર તેમની પડોશમાં રહેતા આરોપી સમીર જાકબ સુમરાને ફરિયાદીની પત્ની કુતરૂ ઘરમાં ઘુસી જવા મુદ્દે ઠપકો આપતા આરોપી ઉશ્કેરાઈ જઈ ફરિયાદી તથા તેઓના પત્ની તેમજ પુત્રને લાડકી વડે માર માર્યાનું જણાવ્યું હતું. માંડવી પોલીસે ફરિયાદના આધારે ગુન્હો નોંધ્યો હતો.