નાગરેચા બે શખ્સોની લૂંટના ગુન્હામાં ધરપકડ કરતી અલવર પોલીસ

માંડવી : તાલુકાના નાગરેચા ગામે રહેતા બે શખ્સોની અલવર (રાજસ્થાન) પોલીસે લૂંટના ગુન્હામાં ધરપકડ કરી હતી.
પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર માંડવી તાલુકાના નાગરેચા ગામે રહેતા નરપતસિંહ તથા પુત્ર કનકસિંહ સામે લૂંટફાટ અને મારામારીનો ગુન્હો ર૬મેના નોંધાયો હતો. વાહન ખરીદવાના બહાને નરપતસિંહ તથા તેનો સાથી ધર્મેન્દ્રસિંહ તથા તેમના સાગરીતોએ પિસ્તોલ બતાવી મારકુટ કરીને બે લાખ રોકડા તથા બે મોબાઈલ તથા સોના-ચાંદીની લૂંટ કરી નાસી છુટ્યા હતા. મથુરા જિલ્લામાંથી કાસમ, સલીમ, મહેબુબ, સાબિરને પકડી પાડ્યા હતા. તેમના પાસેથી ૩૧પ બોર દેશી કટ્ટા તથા કારતુસ વિગેરે હથિયારો કબજે કર્યા હતા. તેમની પૂછતાછમાં અન્ય કોઈ ગુન્હાને અંજામ આપે તે પહેલા નરપતસિંહ તથા ધર્મેન્દ્રસિંહની ધરપકડ કરી લેવામાં આવેલ હતા.