નાઇજરની સરહદ પાસે આવેલા મધ્ય માલીમાં જેહાદી તરીકે ઓળખાવનારા આતંકવાદીઓએ હુમલો કરી ૫૧ લોકોને મોતને ઘાટ ઉતાર્યા

(જી.એન.એસ) બામુકોહ આફ્રીકન દેશ માલીમાં, નાઇજરની સરહદ પાસે આવેલા મધ્ય માલીમાં પોતાને જેહાદી તરીકે ઓળખાવનારા આતંકવાદીઓએ હુમલો કરી ૫૧ લોકોને મોતને ઘાટ ઉતારી દીધા હતાં. એક અધિકારીના જણાવ્યા અનુસાર મધ્ય માલીમાં આતંકવાદીઓએ ત્રણ ક્ષેત્રોમાં હુમલા કરી ઓછામાં ઓછા ૫૧ લોકોના મારી નાખ્યા હતાં.
માલીની સેનાના પ્રવક્તા કર્નલ સોલેમેન ડેમ્બેલેએ હુમલાના અહેવાલને સમર્થન આપ્યું છે પણ તેમણે આ અંગે વધુ માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો. આતંકવાદીઓ શહેરોના પ્રવેશ દ્વાર પર તૈનાત થઇ ગયા હતાં અને સામાન્ય નાગરિકો પર અંધાધૂંધ ગોળીબાર કરી રહ્યાં હતાં.અસોંગો જિલ્લા અધિકારી દ્વારા ગાઓ ક્ષેત્રના રાજ્યપાલને મોકલવામાં આવેલા પત્ર અનુસાર સાંજે ૬ વાગ્યાની આસપાસ ઓટાગોના, કરો અને દેઉતેગુએેફ શહેરો પર એક સાથે હુમલા કરવામાં આવ્યા હતાં.પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે ઘરોમાં તોડફોડ કરવામાં આવી, જમીન પર આગ લગાવવામાં આવી અને પશુઓના જથૃથાને આતંકવાદીઓ પોતાની સાથે લઇ ગયા હતાં. આ હુમલામાં ઓછામાં ઓછા ૫૧ નિર્દોષ લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે.