નહીં તો કંડલામાંથી વિદેશીકોલસાના ધંધાનો થશે સંકેલો

image description

  • કોલસાના કાળાકારોબારી ફાયનાન્સર પ્રવિણને અટકાવો

તુણા બંદરેથી નીકળેલ ૭.પ૬ લાખનો કોલસો સગેવગે કરાયાની સત્તાવાર પોલીસ ફરીયાદ સમયે બહાર આવતી ચોંકાવનારી વિગતો : યુએસ કોલમાં મીકસીગ કરનારા તત્વોના લાકડીયા હાઈવે પટ્ટામાં ધમધમતા વાડાઓ : કાંટા સહિતની વ્યવસ્થઓ વિકસાવી, પોલીસતંત્ર અંધારામાં કે પછી રહેમ નજર હેઠળ ધમધમી રહ્યા છે કોલસાના આવા વાડા : માલ ચોરી થાય તો વેપારીઓ ખોટ ભરપાઈ કરે કેવી રીતે ? : આવું જ લાંબુ ચાલશે તો પોર્ટ પર ધંધો બંધ થઈ જશે

બંદર પરથી નીકળતા સારી ગુણવત્તાના વિદેશી કોલસાને લાકડીયા હાઈવે, સાંતલપુર-સાંચોર સહિતના પટ્ટામાં ઉભા કરાયેલા વાડાઓમાં ઠાલવી-મિક્ષીંગ કરીને વેપારીઓ સાથે ખુલ્લેઆમ થાય છે ચીટીંગ : વાડામાં સારી ગુણવત્તાનો કોલસો ઉતારી દેવાય છે અને ભુક્કી અડધોઅડધ મિક્ષ કરીને પાર્ટીને અપાય છે : વાડાવારાઓને તમામ પ્રકારની નાણાકીય સવલત કચ્છમાં પડયા પાથર્યો રહેતો પંજાબનો પ્રવિણ કરી આપતો હોવાની છે ચકચાર : મુખ્ય સુત્રધાર પ્રવિણને પોલીસ પકડે તો આ કોલસામાં કાળાબજારી આપોઆપ થઈ જાય બંધ

ગાંધીધામ : પૂર્વ કચ્છમાં કંડલા મહાબંદર દેશના અર્થતંત્રમાં ચાવીરૂપ ભૂમિકા ભજવી રહ્યુ છે અને તેના પગલે જ કચ્છમાં પણ જુદા જુદા ક્ષેત્રોથી રોજગારી-ધંધાનો ધમધમાટ રહે છે. પરંતુ આવા ધંધાઓમા ંકેટલાક કૌભાંડીઓ ઘર કરી જતા તેને ઉધઈની જેમ ખોતરી જતા હોય છે. આવા જ એક વિદેશી કોલસાનો મસમોટો વ્યાપાર કંડલા-તુણા બંદરેથી મોટા પ્રમાણમાં ધમધમી રહ્યો છે પરંતુ આ કોલસાના ધંધાના કાળા કારોબારી સમાન મુખ્ય સુત્રધાર પ્રવીણ નામના શખ્સની ટોળકીને જો વેળાસર ડામવામાં નહી આવે તો કંડલામાંથી વિદેશી કોલસાના ધંધાનો પણ સંકેલો થઈ શકે તેવી ભીતી જાણકારો સેવી રહયા છે જેનુ મોટુ નુકસાન કંડલા સંકુલના ધંધા-રોજગાર અને તેના પર નભતા લોકોને ભોગવવાનુ આવી શકે તેમ છે.આ બાબતે જાણકારોની વાત માનીએ તો કચ્છમા ંએક સમય હતો કે અહી મારૂતી જેવી નામચીન કંપનીના પાર્ટસ આવતા હતા પરંતુ આ જ પ્રકારની આયોજનબદ્ધ ચોરીચપાટીઓ થકી તે આવતા બંધ થઈ ગયા છે. તેવી જ રીતે હવે કચ્છ ખાસ કરીને કંડલા-તુણા બંદરે વિદેશી કોલસાનો મોટો જથ્થો આવી રહ્યો છે અને તે અહીના અનેકવિધ લોકોને રોજગારી આપનારો બની રહ્યો છે. અહી આવતો કોલસા પંજાબ-હરીયાણા-યુપી સહીતના રાજયોમાં પરિવહન કરીને પહોચાડાઈ રહ્યો છે. પરંતુ પાછલા અમુક વરસોથી આ કોલસામાં જે રીતે હેરફેરમાં મીક્ષીગ કરવાની અથવા તો ચીટીગની ફરીયાદો વધી રહી છે તે જોતા જાણકારો દ્વારા લાલબત્તી ધરવામા આવી રહી છે કે, વેળાસર પ્રવીણ નામના મુળ પંજાબના પણ પાછલા કેટલાક સમયથી કંડલામાં ડેરાતંબુ તાણીને બેઠેલા શખ્સને પકડીને આવા કારસ્તાનો કરતા અટકાવો જોઈએ નહી તો હવે કંડલામાં વિદેશી કોલનો એક મસમોટા ધંધાનો પણ સંકેલો થવા પામી જશે તેમા બે મત નથી. વેપારીઓ જે ગુણવત્તા યુકત કોલસાના ચુકવણા કરતા હોય તે કોલસો બંદર પર ઉતરે પણ ખરો પરંતુ જયાં પહોચવાનો હોય તેનાથી પહેલા માર્ગમાં મિક્ષીંગ કરી દેવામા આવતો હોવાથી વેપારીઓ વચ્ચેની તકરાર વિના વાંકે વધી રહી છે. બન્ને સાચા હોવા છતા વચ્ચે પ્રવીણ આણી ગેગ જેવા તત્વો ખુદની કોલસાની કાળાબજારીના ધંધાને માટે વેપારીઓ વચ્ચે ખટરાગ સર્જી રહ્યા છે. જો આવુને આવુ ચાલ્યા જ કરશે તો વેપારીઓ ગુજરાત બહાર જતા રહે અને કોલસાના ધંધો કંડલાથી વિમુખ થવા પામી જાય તો પણ નવી નવાઈ નહી કહેવાય. વિચાર તો કરો કે હાલમાં તુણા સહિતના બંદરો પર કોલસાની અંદાજીત ૬૦૦થી ૭૦૦ ગાડીઓ લોડીગ થવા પામી રહી છે. જો આ કોલસાનો ધંધો અને વેપારીઓ આ પ્રકારની હેરફેર અને ચોરીચપાટીઓ થકી ગુજરાત બહાર ડાયવર્ટ થઈ ગયા તો કચ્છમાથી કેટલા મોટા પ્રમાણમાં રોજગારને ધક્કો લાગશે, કેટલાય ટ્રાન્સપોટસ અને તેમની પાછળ નભતા પરીવારો પાયમાલ થશે, કચ્છના અર્થતંત્રને પણ કેટલો મોટો ધક્કો લાગશે તેનો જરા સહેજ વિચાર તો કરી જુઓ..!જાણકારો દ્વારા કહેવાય છે કે, વિદેશી કોલસાની કચ્છમાં તમામ પ્રકારની હેરફેર કરવામા સૌથી મોટો કાળાબજારીયો પ્રવીણ છે. ચોરીના માલની ખરીદી કરી લે છે અને તે વાડામાં સંગ્રહે છે. વાડાવાળાઓને પ્રવિણ ફાયનાન્સની સવલતો પુરી પાડી રહ્યો છે. અને વાડામાથી જ ચોરાઉ જથ્થો પંજાબ-હરીયાણા સહિતના વિસ્તારોમાં ભઠ્ઠાવાળાઓને આપવામાં આવી રહ્યો છે. બોગસ ગેટ પાસ બનાવવાથી લઈ અને તમામ પ્રકારના સીલ સહિતના પેટે પ્રવિણ બધાયને સાચવીને ભાગબટાઈથી વિદેશી કોલસાની ગેરકાયદેસર હેરફેરનો કચ્છમાથી ધીકતો ધંધો પંજાબ-હરીયાણા સુધી ધમધમાવી રહ્યો હોવાનુ કહેવાય છે. હરીયાણા અને પંજાબવાળા ભઠ્ઠાવાળાઓની સાથે તેની સીધી જ લીંક હોવાનુ કહેવાય છે. હકીકતમાં આ બાબતે વેળાસર જ વહીવટીતંત્રએ આગળ આવવુ જોઈએ અને પ્રવીણ આણી ગેંગને અટકાવી અને વિદેશી કોલસાના ધંધાને પારદર્શકતા સાથે ધમધમાવવા કવાયત કરવી જોઈએ.બીજીતરફ અમુક ટ્રાન્સપોર્ટસને પણ બરાબર ખબર છે કે, ચોરાઉ કોલસાનુ તેઓ પરિવહન કરી રહ્યા છે. કારણ કે, ગાડી કયાંથી ઉપાડવાની છે અને પંજાબ-હરીયાણામાં આ ગાડીઓ અનલોડીગ માટે મોકલાય છે ત્યારે તો પાધરુ જ છે કે પ્રવીણની પરોક્ષ પ્રત્યક્ષ લીંક સાથે ચોરાઉ કોલસાની હેરફેર કરવાની થાય છે. આવામાં પોલીસ સહિતની એજન્સીઓ તટસ્થ અને નિષ્પક્ષ તપાસ કરે તો ઘણા રહસયો ખુલી શકે તેમ છે.આ ટ્રાન્સપોર્ટરો પંજાબ અનલોડીગ માટે ગાડીઓ મોકલી રહ્યા છે તો તેઓને ખબર ન હોય કે માલ કયાથી આવ્યો છે? કયાથી ભરવાનો થાય છે? પોલીસ વોચ રાખે અને ક્રોસ તપાસ કરે કે, પંજાબ-હરીયાણા તરફ કોલસાની આવી ગાડીઓ વાડાઓમાથી કોણ મોકલે છે તો એવા અમુક ટ્રાન્સપોર્ટરના પણ કાચા ચીઠ્ઠાઓ કોલસાના ધંધામાં બહાર આવી શકે તેવી વકી પણ જાણકારો સેવી રહ્યા છે.

પોલીસ અંધારામાં કે ભાગબટાઈ ?

લાડકીયા-સાંતુલપુર-સાંચોરમાં ચોરાઉ કોલસાના ધમધમે છે વાડા : કોની રહેમનજર ?

ગાંધીધામ : વિદેશથી આવતા કોલસાને સગેવગે કરવામાં અથવા તો મિક્ષીંગ કરવાના જે કાવતરાઓ ચાલી રહ્યા છે તેમાં કંડલામં પડયાપાથર્યા રહેતા પ્રવીણના નેજા તળે ધમધમતા વાડાઓની ભુમિકા મહત્વની રહેલી છે. કહેવાય છે કે, લાકડીયા હાઈવે પર હોટેલની પાછળના ભાગમાં ભંગારનો આવો એક મસમોટો વાડો ધમધમી રહ્યો છે. અહી તો જાણે કે કાયદેસરનો જ હોય તેમ કાંટા સહિતની વ્યવસ્થઓ કરાવાયેલી છે. આવા જ વાડાઓ સાંતલપુર અને સાંચોર પાસે પણ હોવાનુ જાણકારો કહી રહ્યા છે. સબંધિત ક્ષેત્રની પોલીસને કેમ આવા ગેરકાયદેસર ધંધાઓ દેખાતા નથી? તેવો સવાલ પણ અહી થવા પામી રહ્યો છે.

  • વિદેશી કોલસામાં ગોબાચોરી : કંડલા પોલીસ કેમ સુસ્ત ?ડીપીટી-પોર્ટને તોડવાનો કારસો તો નથી ને..!
    તુણા બંદરેથી રવાના થયેલ વિદેશી કોલસાના સગેવગે કરાયાના કેસની તપાસ ઢીલીઢફ રહેતા ચકચાર : જો પ્રકરણમાં કડક-પારદર્શક અને તટસ્થ તપાસ પોલીસ કરે તો કઈકના પગ નીચે રેલો આવે

ફરીયાદીએ રોડવેઝના નામજોગ ઉલ્લેખ ફરીયાદમાં કર્યો હોવા છતાં કંડલા પોલીસ કેમ હજુ આ બાબતે કોઈ કડી સુધી પહોંચી શક્યું નથી ? અથવા તો તપાસ મામલે કેમ મગનું નામ મરી પાડવામાં ટાળવામાં આવી રહ્યું છે : રોડવેઝના માલીકના નીવેદનો લેવાય, વાહન ચાલકોના કડક રીમાન્ડ મેળવાયતો વિદેશી કોલસાના ગંભીર પ્રકરણમાં અનેક ખુલાસા થાય…

ગાંધીધામ : તાજેતરમાં જ તુણા બંદરેથી આવેલ યુએસ કોલસો યુપીમાં ગંતવ્ય સ્થળે પહોંચાડવાના બદલે સગેવગે કરવામાં આવતા બે વાહનોના ચાલકો અને રોડવેઝના માલીકની સામે ફરીયાદ દાખલ કરવામાં આવી હતી. આ ફરીયાદ દાખલ કરાયાને આજે એકાદ સપ્તાહનો સમય વીતી ગયો હોવા છતા પણ કોઈ જ કડક કામગીરી થતી જોવા મળી ન હોવાનો વર્તારો સામે આવવા પામી રહ્યો છે.આ ચકચાર એટલે પણ ઉઠવા પામી રહી છે કે, ફરીયાદ થયાને સપ્તાહનો સમય થઈજવા પામ્યો છે છતા પણ તેમાં કોઈ જ ઠોસ કાર્યવાહી થવા પામી હોય તેવુ જોવા નથી મળતુ. આવા ગંભીર પ્રકારના ગુન્હામાં પણ પોલીસ તપાસમાં ઢીલાશ દાખવે તેને શુ સમજવુ? આવી રીતે વિદેશી કોલસાની રીતસરની ગોબાચારીઓ આચરવામાં આવતી રહે અને તેને કોઈ જ નશ્યત ન કરાય અથવા તો તપાસ વિલંબીત કરવામા આવે તેનાથી તો આવા ધંધાઓ અન્યત્ર જ ડાયવર્ટ થઈ જવાના છે? તો શુ તુણા-કંડલા બંદર પર કોલસાના ધંધાને તોડીને અન્યત્ર ડાયવર્ટ કરવાની છાની પેરવીમાં તો પોલીસતંત્ર પણ નથી કરી રહ્યુ ને..? આવા સવાલો પણ ઉઠવા પામી રહ્યા છે. કહેવાય છે કે, જો આ બાબતે કડકાઈથી ઘનિષ્ઠ, કડક અને તટસ્થ તપાસ કરવામા આવશે તો કઈકના પગ નીચે રેલો આવી શકે તેમ મનાય છે.

  • ગુન્હેગારો પર ૪ હાથ કે મોટા હપ્તા લેવાઈ ગયા ?

કંડલાના પીઆઈ સોલંકી કોલસાચોરી બાબતે કેમ આટલા ઉકળી ઉઠયા…!

પૂર્વ કચ્છ પોલીસ વડા આ બાબતે પીઆઈના કેમ ન લે કડક પુછાણા…?

મારે ડીવાયએસપીને જવાબ દેવાના હોય, કોના નિવેદન લીધા અને કોના નહી, બાકીનાઓએ ચિંતા કરવાની જરૂર નથી :એ જી સોલંકી (કંડલા પોલીસ મથકના પીઆઈ)

ગાંધીધામ : તુણા ખાતે કોલસા ચોરીની ઘટના બની હતી અને તેની ફરીયાદ પણ થવા પામી છે ત્યારે પોલીસતંત્ર દ્વારા આ કેસમાં શુ તપાસ કરાઈ છે, રોડવેજના નામજોગ ફરીયાદ થઈ છે તો તેના માલીકના નિવેદનો લેવાયા કે નહી? આ સહિતની પારદર્શકતા પુર્વકની વિગતો રજુ કરવાના અર્થે કંડલા મરીન પોલીસ મથકના એ.જી.સોલંકીનો ટેલીફોનિક સંપર્ક કરવામા આવતા તેઓ રીતસરના ઉકળી ઉઠયા હતા. તેઓએ સ્પષ્ટ કહી દીધુ હતુ કે, કોના નીવેદનો તપાસમાં લીધા અને કોના નહી તે અમારે ડીવાયએસપીને જવાબ આપવના હોય, તમે અમારા ડીવાયએસપી થોડી છો? કંડલા મરીનના પીઆઈને એવુ તો શુ પુછાઈ ગયુ કે તેઓ આટઆટલા ઉકળી ઉઠયા? બે ગાડી કોલસાની સગેવગે કરાયાની ફરીયાદ હતી, તેમાં કાર્યવાહી જ જણાવવાની હતી? પરંતુ શ્રી સોલંકી તો ભાષાકીય મર્યાદા જ ચુકી ગયા ત્યારે લોકો સવાલ કરી રહ્યા છે કે, ગુન્હેગારો અને ચોરોને છાવરવાની નીતી છે કે પછી કોલસાના મોટા કૌભાંડમાં ખાખીધારીઓએ હાથ કાળા કરી લીધા છે? આ બાબતે હકીકતમાં તપાસ કરવી જોઈએ. નેાધનીય છે કે, આ પૂર્વે કંડલા પોલીસ મથકના લેન્ડલાઈન નંબર પર પીએસઓથી વાત કરી તપાસનીશના નંબર મેળવવાનો પ્રયાસ કરાયો હતો પરંતુ તે ર૦ મિનિટ સુધી પીએસઓ આપી શકયા નહી અને તે બાદ પોલીસ મથકનો લેન્ડ લાઈન નંબર ૦ર૮૩૬ર૭૦પર૭ સંપર્ક સાંધી ન શકવાનો જ સંદેશ આવતો હોવાથી પીઆઈને વિગતો માટે ફોન કરવામા આવ્યો હતો. પરંતુ પીઆઈએ તો કાયદો વ્યવસ્થાના હિતમાં વાત કરવાના બદલે કંઈક અલગ જ તુમાખી દર્શાવતી પ્રતિક્રીયા આપી દીધી હતી જે બાબતેે ડીવાયએસપી અને એસપીશ્રી કક્ષાના અધિકારીઓએ તપાસ કરવી જ ઘટે.

જીજીટીએ સંગઠન કેમ નથી આવતું આગળ ?અમુક થકી આખાય ક્ષેત્રને લાગે છે બટ્ટો..!

ગાંધીધામ : પૂર્વ કચ્છમાં કોલસા સહિતના સ્થાનિકના સંચાલન કરતા વાહનોની વ્યવસ્થાઓને માટે જીજીટીએ નામનુ સંગઠન સક્રીય છે. ગાંધીધામ ગુડઝ ટ્રક એસો. તુણામાં જ હાલમાં જે ફરીયાદ થઈ છે તે અનુસાર યુપી મોકલવાનો કોલસો ડ્રાયવરો અન્યત્ર જ લઈ ગયા. તો આ ગાડી કોની હતી? ટ્રાન્સપોર્ટર કોણ છે? ડ્રાયવરો કોના ઈશારે કોલસાનો જથ્થો અન્યત્ર લઈ ગયા? કયા લઈ ગયા? હકીકતમાં આવા કારસ્તાનોને લઈને જીજીટીટીએ પણ આગળ આવવુ જોઈએ. આવેદન આપવુ જોઈએ. જે કોઈ પણ ટ્રાન્સપોર્ટર સામે ફરીયાદ થાય તેને તો બ્લેકલીસ્ટ જ જાહેર કરી દેવો જોઈએ. પરંતુ આવી કોઈ જ કાર્યવાહી થવાનુ ઉજાગર થતુ કયાય દેખાતુ નથી.

કોલસા યુજર્સ લાલચ છોડે : વાડા પરથી ચોરાઉ માલ ખરીદી કરવાનુ કરે બંધ..!

ગાંધીધામ : તુણા બંદરે જે કોલસો આવે છે તે ગંતવ્ય સ્થળે પહોચાડવાના બદલે રસ્તામાં જ સગેવગે કરવામા આવતો હોવાનુ કહેવાય છે અને તેમા ખાસ કરીને કોલસાના ઉભા કરવામા આવેલા વાડાઓમાં જ તેની હેરફેર કરવામા આવતી હોવાનુ કહેવાય છે. સારી ગુણવત્તાનો અડધો માલ વાડા પર ઠાલવી દેવાય અને તેની જગ્યો કાળી હલ્કી ગુણવત્તાવાળી ભુક્કી મિક્ષ કરી દેવામા આવે છે. આમ વાડા પર જે સારી ગુણવત્તાનો કોલસો ઉતારવામાં આવે છે તે રીતસરનો ચોરઉ જ જથ્થો છે અને તેથી જ માર્કેટ ભાવ કરતા સસ્તામા તેને વેચી દેવામા આવતો હોય છે. આ ચોરાઉ કોલસાનો જથ્થો પણ વેપારીઓ ખરીદયા છે. એકથી બે હજાર ઓછા ભાવે મળી જતો એ જ સારી ગુણવત્તાનો કોલસો ચોરાઉ-આધાર પુરાવા વિનાનો ખરીદવાની લાલચ જો અમુક વેપારીઓ જતી કરે તો જ આ પ્રકારના કોલસાની ગેરકાયદેર હેરફેર, મિક્ષીંગ અટકી શકે તેમ છે. કોલસાયુઝર્સ ચોરાઉ જથ્થો ખરીદવાનુ બંધ કરે તે ખુબજ જરૂરી છે. અુમક લોકોની લાલચના લીધે આખાય ટ્રેડને નુકસાન થવા પામી રહ્યુ છે.

પ્રવીણ કેટલો ફાટીને ધુમાડે ગયો છે..જુઓ તો ખરા..!
ગાધીધામ : વિદેશથી આયાત થતા કોલસાની કાળાબજારીનો ધુમ વેપલો કરનાર પ્રવીણ નામનો શખ્સ કેટલો ફાટીને ધુમાડે ગયો છે તેનો વરવો દાખલો એ વાત પરથી જ આવી રહ્યો છે કે, તેના આવા જ કારસ્તાનો થકી તુણા પોર્ટમાં પ્રવીણની એન્ટ્રી બેન્ડ કરી દેવાઈ હતી. પરંતુ પ્રવીણ કોલસાના કાળાધંધાની બેનામી આવકનો સ્વાદ ચાખી ચુકયો હોવાથી બીજા નામથી ફરીથી પ્રવેશ મેળવી લીધો અને કેાલસાના લોડીંગ અનલોડીગનો ધંધો શરૂ કરી દીધો હતો.