નશીલા પર્દાથોની કચ્છમાં હેરાફેરીઃ માનકુવા ચરસકાંડથી ચાડી ખાતો મત

ગાંધીધામ : પાકીસ્તાનની સરહદને અડીને આવેલા કચ્છની સલામતી વ્યુહાત્મક રીતે પણ ઓર વધી જવા પામે છે. સંવેદનશીલ એવી આ સરહદ પર નાપાક પાડોશી મુલક છાશવારે અડપલાઓ કરતુ જ રહે છે.  ત્યારે ભારતભરની સુરક્ષાને ધ્યાને રાખી અને અહી કોઈ પણ નાપાક અડવીતરાને હડવાશથી લેવા ન પાલવે. હાલમાં જ જીલ્લા વડામથક ભુજ સમીપેના સમૃદ્ધ અને શાંત એવા માનકુવા ગામેથી એક કીલો ચરસનો જંગી જથ્થો ઝડપાઈ જવા પામ્યો છે તેના પરથી જ કચ્છભરમાં નશીલાપદાર્થની હેરાફેરી થતી હોવાની વાતને પણનકારી શકાય નહી.  પાછલા ટુકાં કેટલાક દિવસોના ઘટનાક્રમો પર નજર દોહરાવીએ તો પણ નશીલાપર્દાથોની ખેપ અને હેરાફેરી અથવા તો વેંચાણ થતા હોવાના પુરાવાઓ સામે આવી જાય તેમ છે.
ભુજમાં અભાડા નામના શખ્સ પાસેથી કથિત ગાંજાના જથ્થાનો મુદો સપાટી પર આવ્યો તેના જ અુમક દિવસેમાં ગાંધીધામ આવતી એક ટ્રેનમાં ર૬ કીલો ગાંજાનો જથ્થો ઝડપાયો, ત્યારબાદ ભુજમાં આર્યુવેદીક દવાઓના નામે નશીલા-આલ્કોહોલના લિકવીડના વેંચાણનું કારસ્તાન ખુલ્યુ…આ તમાક સીલસીલાવાર બનેલી ઘટનાઓથી અહી નશીલાપર્દાથોની માર્કેટ વધી રહી છે તેવી આશંકા પણ પ્રબળ જ બની રહી છે. જા કે, નશીલાપર્દાથોનું ઝડપાવુ કોઈ નવી વાત પણ નથી. નાર્કાટીકસ-ડ્રગ્સ-હેરોઈન-ગાંજાના જ્થ્થા પકડાવવા કચ્છમાં કોઈ નવી નવાઈની વાત નથી.અગાઉ મહુડી-લાયજા સહિતના દરીયાઈકાંઠા વિસ્તારમાંથી લાખોના ચરસના પડીકાઓ થઈ ચુકયા છે બરામદ તો વળી માનકુવાની સમીપે જ મીરઝાપર ગામમાંથી પણ પરપ્રાતીય ભાડુઆતીમકાનમાં રહેતા પિતા-પુત્ર પાસેથી લાખોના ચરસ-ગાંજાના જ્થા મળી આવ્યાન ઘટનાક્રમો છે મૌજુદ. અહી ચિંતાની વાત છે તો એ જ કે સંવેદનશીલ નાપાક મુલકનેસ્પર્શતી સરહદે નશીદાપર્દાથ અને તેમાંય રાજસ્થાન-નેપાળ સુધીનીકડીનો ખુલાસો કહી શકાય ચિંતાજનક. પોલીસ માનકુવા વાળા કેસમાં ઉંડે સુધી ઉતરે અને આ નેટવર્કમાં સંકળાયેલા જે કોઈહોય તેઓને કડકમાં કડક બોધપાઠ આપે તે જરૂરી બની રહેશે.