નવેમ્બરથી ગાંધીધામથી પુરી-પુરી-ગાંધીધામ ટ્રેનના સ્ટેટ નંબર ફરશે

ભુજ : પશ્ચિમ રેલવે દ્વારા ૧પ ઓકટોબરથી પ્રભાવિત થનાર આગામી સમય સારણીમાં ૩ ટ્રેનોની ગતિ વધારાઇ છે. ૧પ ઓકટોબરથી પ્રભાવિત થનાર આગામી સમયસારણીમાં પશ્ચિમ રેલવેમાં ૩ જોડી રેલવેના સ્ટેટસ તથા ટ્રેન નંબર સુપરફાસ્ટના સ્વરૂપમાં બદલવામાં આવશે. ટ્રેનોમાં પુન નિર્ધારીત નંબરો તથા તેના પ્રભાવમાં આવનારી તારીખ નીચે પ્રમાણે છે. કચ્છની ટ્રેનોની વાત કરીએ તો ટ્રેન સંખ્યા ૧૯૪૫૩ ગાંધીધામ-પુરી સાપ્તાહિક એકસપ્રેસનું વર્તમાન નંબર બદલીને રર નવેમ્બર, ર૦૧૭થી ટ્રેન સંખ્યા રર૯૭૩ થઇ જશે. ટ્રેન સંખ્યા ૧૯૪૫૪ પુરી-ગાંધીધામ સાપ્તાહિક એકસપ્રેસનું વર્તમાન નંબર બદલીને રપ નવેમ્બર, ર૦૧૭થી ટ્રેન સંખ્યા રર૯૭૪ થઇ જશે.