ગુજરાત સરકારની નવી ટીમમાં ૧૦ કેબીનેટ ૯ રાજ્ય કક્ષાના મંત્રીઓને સોંપાઈ જવાબદારીઃ તો ૫ાંચને સોંપાયો સ્વતંત્ર હવાલો

આચાર્ય દેવવ્રત યાદવ, રાષ્ટ્રીય નેતા ભુપેન્દ્ર યાદવ, બી.એલ.સંતોષ, પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણી, ડે.સીએમ નીતનિભાઈ પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સહિતનાઓ રહ્યા વિશેષ ઉપસ્થિત

 • આ રહ્યા કેબીનેટ કક્ષાના મંત્રીઓ..!
  રાજેન્દ્ર ત્રિવેદી(રાવપુરા-વડોદરા),(બ્રાહ્મણ)
  જીતુભાઈ સવજી વાઘાણી – ભાવનગર વેસ્ટ(પટેલ)
  ઋષિકેશ ગણેશભાઈ પટેલ -વિસનગર મહેસાણા
  ર્પૂર્ણેશ ઈશ્વરભાઈ મોદી – સુરત પશ્ચિમ
  રાઘવજીભાઈ હંસરાજ પટેલ – જામનગર
  કનુભાઈ મોહનલાલ દેસાઈ – પારડી
  કિરીણસિંહ જીતુભાઈ રાણા – લિંબડી ક્ષત્રીય
  નરેશભાઈ મગનભાઈ પટેલ – ગણદેવી
  પ્રદિપસિહ ખનાભાઈ પરમાર -અસારવા
  અર્જુનસિહં ઉદેસીહ ચૌહાણ( મહેમદાવાદ ) ઓબીસી )
 • રાજયકક્ષાના મંત્રીઓની યાદીે..!
  ૧.મુકેશ પટેલ ( ઓલપાડ ) કોળી પટેલ
  ર. નિમીષાબેન સુથાર- મોરવાહડફ
  ૩.અરવિંદ રૈયાણી(રાજકોટ)પૂર્વ
  ૪.કુબેર ડિંડોર ( સંતરામપુર )
  પ.કીર્તીસિહ પ્રહલાદસિંહ વાઘેલા (કાંકરેજ)
  ૬. ઉદયસિહ પરમાર
  ૭.આર.સી. મકવાણા ( મહુવા, ભાવનગર ( કોળી )
  ૮.વીનુભાઈ અમરશી મોરડીયા ( કતારગામ ) પટેલ
  ૯.દેવા પુંજાભાઈ માલમ ( કેશોદ) કોળી
  ૧૦. ગજેન્દ્ર પરમાર ( પ્રાતિંજ ) ઓબીસી )

ગાંધીનગર : ગુજરાતના નવા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની ટીમનું આજ રોજ ગઠન થવા પામી ગયુ છે. તા.૧પમીએ આખો દીવસ ગાંધીનગર કક્ષાએ ચાલેલા ઉઠાવપટ્ટક અને હલચલ સાથેના ઘટનાક્રમ બાદ એકાએક જ મોકુફ રાખેલ શપથગ્રહણ સમારોહ આજ રોજ બપોરે ૧ઃ૩૦ કલાકે રાજભવન ખાતે યોજવામાં આવ્યો હતો.ટીમ ભુપેન્દ્ર પટેલ એટલે કે ગુજરાત સરકારના મંત્રીમંડળમાં યુવા અને તદન નવા ચહેરાઓને જ સ્થાન આપવામા આવ્યો છે. રૂપાણી સરકારના મોટાભાગના લગભગ લગભગ તમામ મંત્રીઓના પત્તા કાપી જ નાખવામા આવ્યા છે. આજ રોજ ગુજરાત સરકારના નવા પ્રધાનમંડળના સૌ પ્રધાનોને મહામહિમ રાજયપાલ દ્વારા ગોપનીયતા અને વિશ્વનીયતાના શપથ લેવડાવ્યા હતા. આજ રોજ રચાયેલા પ્રધાનમંડળમાં તમામ સમીકરણોને સાધી લીધા હોવાનો વર્તારો જોવાઈ રહ્યો છે.

વિધાન સભાના કાર્યકારી અધ્યક્ષ તરીકે નીમાબેન આચાર્યની વરણી

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી-અમિતભાઈ શાહ સહિતના નેતૃત્વનો હું આભાર વ્યકત કરૂં છુું : ડો.નિમાબેન આચાર્ય

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના કાર્યકારી અધ્યક્ષ તરીકે ભુજના ધારાસભ્ય નિમાબેન આચાર્યની વરણી કરવામાં આવી છે. વિધાનસભા ના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ અધ્યક્ષ પદેથી રાજીનામું આપતા ખાલી પડેલા પદ ઉપર કાર્યકારી અધ્યક્ષ તરીકે ડો. નીમાબેન આચાર્ય ની વરણી કરવામાં આવી છે. વિધાનસભાના આગામી બે દિવસ મળનારા આ સત્રમાં વિધાનસભાના નવા અધ્યક્ષની વરણી ન થાય ત્યાં સુધી ડો. નિમાબેન આચાર્યને કાર્યકારી અધ્યક્ષ તરીકે ફરજ બજાવશે.જેઓને વિધાનસભાના કાર્યકારી અધ્યક્ષ તરીકે જવાબદારી અપાઈ છે તેવા ભુજના ધારાસભ્ય ડો. નિમાબેન આચાર્યએ એક ઈન્ટરવ્યુમાં કહ્યુ હતુ કે, મને જવાબદારી આપવા બદલ હુ શીર્ષ નેતૃત્વનો આભાર માનું છુ. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કાર્યકારી અધ્યક્ષ તરીકે મહીલાની પસંદગી કરી છે તે બદલ હું આભાર વ્યકત કર્યુ છે. મારી કોઈ ઈચ્છા નથી, લોકો માત્ર મને ચુંટે, હુ ધારાસભ્ય બનુ અનેે લોકસેવા કરૂ તે જ મારી ઈચ્છા હતી. દરેક ધારાસભ્ય તરીકે ચુંટાય તે બધાય કસાયેલા કાર્યકર્તાઓ જ હોય છે એટલે નવા ચહેરાઓ નથી. બધા સારૂ કામ કરશે તેવો આશાવાદ ડો.નીમાબેન આચાર્ય વ્યકત કર્યો હતો.

 • આંતરીક ખેંચતાણમાં વિસ્તારને ફટકો
ટીમ ભુપેન્દ્ર પટેલમાં કચ્છ કપાયું : કચ્છઉદયની આલબેલ સાચી ઠરી

નરેન્દ્રભાઈ અને પાટીલની ફોર્મ્યુલામાં કચ્છના ધારાસભ્યો બંધબેસતા ન થયા પુરવાર : અગાઉ મંત્રી-સંસદીય સચિવ રહેલાઓમાં વાણસભાઈ આવી ગયા, કોગ્રેસમાથી આવેલઓમાં પ્રદુમનસિહ જાડેજા, ૬પ વય વટાવી ચુકેલામાં નીમાબેન આચાર્ય આવી જતા હોવાથી ટોપમોસ્ટ સિનિયર અને મજબુત દાવેદારો કપાઈ ગયાનો વર્તારો

ગાંધીધામ : ટીમ ભુપેન્દ્ર પટેલમાં કોની લાગશે લોટરી કે પછી આ વખતે કચ્છની સદંતર થઈ જશે બાદબાકી?ની આલબેલ આ જ પ્લેટફોર્મ પરથી તા.૧ર/૦૯ના પ્રથમ પેજ પર પ્રસિદ્ધ અહેવાલમાં દર્શાવી હતી અને આજ રોજ સંભવત મુરતીયાઓની જાહેરાતોમાં કચ્છના એકનો પણ સમાવેશ થવા પામ્યો ન હોય તેમ કચ્છની પ્રધાનમંડળમા બાદબાકી જ થવા પામી ગઈ હોવાનો વર્તારો સામે આવવા પામતા કચ્છઉદયની આગોતરી આલબેલ સાચી ઠરતી જોવાઈ રહી છે.
ંટીમ ભુપેન્દ્ર પટેલની નો રીપીટી થીયરીમાં કચ્છના મજબુત દાવેદાર સમાન ધારાસભ્યો કપાઈ જવા પામતા હોવાનો વર્તારો સામે આવવા પામી રહ્યો છે. અગાઉ સંસદીય સચીવ કે પછી મંત્રીપદ ભોગવી ચુકેલાને ન લેવાની નીતીમાં વાસણભાઈ આહિર આવી જાય, કોંગ્રેસમાથી આવેલાઓને નહી અપાય મંત્રીપદમાં અબડાસાના પ્રદુમનસીહ જાડેજાનો સમાવેશ થઈ જાય, અને ૬પ વર્ષયથી વધુની વય ધરાવનારાઓમાં સંભવત ભુજના ધારાસભ્ય ડો.નીમાબેન આચાર્યનુ પત્તુ કપાઈ જવા પામી જાય તેમ છે. માલતબીને મહેશ્વરી હજુ ખુબ નવા-સવા જ બની રહે તેમ છે તો વળી જાતીગત સમીકરણો અન્ય વિસ્તારોમાંથી આ બાબતેના સેટ કરી લેવાયા હોવાથી તેઓ કપાઈ ગયા હોય તેમ દેખાય છે. બીજીતરફ હુ નહી તો કોઈ નહીંની રીતીનીતીનો સંભવત જુથવાદપણ કયાંક ને કયાંક નડી જવા પામી ગયો હોય તેમ પણ ચર્ચાવવા પામી રહ્યુ છે. જો કે, વાસ્તવિકતા તો જે હોય તે પરંતુ આ વખતે કચ્છને મંત્રીમંડળમાં સ્થાન નથી મળ્યુ તે વાત નિશ્ચિત જ જોવાઈ રહી છે.

નવા મંત્રી મંડળમાં જ્ઞાતિવાદ સમિકરણને સતમોલ કરાયું
ગાંધીનગરઃ રાજ્યના નવા મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ ની નવી ટીમ માં નવા ૨૫ સભ્યોનો મંત્રી તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે. મંત્રીમંડળમાં ૧૦ મંત્રીઓને કેબિનેટ મંત્રી બનાવાયા છે જ્યારે ૯ મંત્રીઓને રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે. રાજ્યના નવા મંત્રીમંડળની આજે રચના કરવામાં આવી હતી જેમાં નવા મંત્રીમંડળમાં સમાવેશ કરાયેલ ૧૦ કેબિનેટ મંત્રીઓ અને ૯ રાજ્યકક્ષાનાં મંત્રીઓનો આજે શપથવિધિ સમારોહ યોજાયો હતો જેમાં આ મંત્રીઓએ મંત્રી તરીકેના શપથ ગ્રહણ કર્યા હતા. નવા મંત્રીમંડળમાં સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે તેમાં પાટીદાર,ઓબીસી,ક્ષત્રિય , એસ.ટી, બ્રાહ્મણ સમાજને જૈન સમાજને પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે.

શપથવિધી પહેલા ભભુકયો વિરોધ
કુંવરજી બાવળીયાના સમર્થકોએ વિંછીયા બંધ કરાવ્યુ : પાટણમાં દિલીપ ઠાકોરના સમર્થકોએ વ્યકત કરી નારાજગી : ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ટવિટ મારફતે વ્યકત કર્યુ દુખ
ગાંધીનગર : આજ રોજ ગુજરાત સરકારના નવા પ્રધાનમંડળનો શપથસમારોહ યોજાય તે પહેલા જ નો રીપીટી થીયરીને લઈને વિરોધનો વંટોળ પણ ઉઠવા પામી રહ્યો છે. આ બાબતે જાણવા મળતી વધુ વિગતો અનુસાર રૂપાણીના મોટાભાગના મંત્રીઓના પત્તા કપાઈ જવા પામતા નારાજગી પણ ઉઠવા પામી છે. જેમા કુંવરજી બાવળીયાના સમર્થનમાં પીએમને તો ગઈકાલે જ પત્ર લખાયો હતો તે દરમ્યાન જ આજ રોજ વીંછીયા બંધ કરાવાયુ છે. તો વળી બીજીતરફ પાટણમાં દિલીપ ઠાકોરના સમર્થકોએ પણ વિરોધ પ્રદર્શિત કર્યો હતો. જયોર ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પણ ટવિટ કરીને ક્હયુ કે, ભરૂચ જિલ્લામાંથી એક પણ ધારાસભ્યનો મંત્રીમંડળમાથી સમાવેશ ન કરવામાં આવતા લોકોમાં ભારોભાર નારાજગી ઉભી થઈ છે અને તે અંગે યોગ્ય સ્તરે રજુઆત કરવામા આવશે.

નવા મંત્રીઓને સાંજે મળનારી કેબિનેટમાં ખાતાઓની ફાળવણી કરાશે

ગાંધીનગરઃ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના મંત્રીમંડળની આજે યોજાયેલી શપથવિધિ બાદ સાંજે મુખ્યમંત્રી ના અધ્યક્ષ પદે નવા મંત્રીમંડળની પ્રથમ કેબિનેટ બેઠક મળશે. આજે સાંજે પાંચ વાગ્યે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને નવા મંત્રીમંડળની પ્રથમ કેબિનેટ બેઠક મળનાર છે જેમાં મંત્રીમંડળમાં સમાવેશ થયેલા નવા મંત્રીઓને ખાતાઓની ફાળવણી કરવામાં આવશે. ભાજપ મોવડી મંડળ નવા મંત્રીમંડળમાં નો રિપીટ થિયરી અપનાવી હતી. જેના કારણે નવા મંત્રીમંડળમાં તમામ નવા ચહેરાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે તે જ રીતે મંત્રીમંડળમાં સમાવેશ નવા મંત્રીઓને ખાતાઓની ફાળવણીમાં પણ નવાજૂની જોવા મળશે. મહત્વના ખાતા કોને અપાશે તેની અટકળો શરૂ થવા પામી છે.નવા મંત્રીમંડળમાં વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને નંબર બે નું સ્થાન મળે તેમ હોય તેમને નાણાં ખાતુ ફાળવવામાં આવે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. સૌથી મહત્વના એવા મહેસુલ વિભાગ અને શહેરી વિકાસ વિભાગ કોને મળશે તે અંગેની અટકળો વહેતી થઇ છે.આ ઉપરાંત રાજ્ય કક્ષામાં ગૃહ ખાતું કોને મળશે એ કહેવું મુશ્કેલ છે. ગૃહ વિભાગ ખૂબ જ સંવેદનશીલ વિભાગ હોય ગૃહ વિભાગ શાંત અને પરિપકવ મંત્રીને આપવામાં આવે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.