નવી દીલ્હી ખાતે ટ્રાન્સપોર્ટ એન્ડ ડોક વર્કસ યુનિયનની વેજ રીવીજનની મીટીંગ મળી

ગાંધીધામઃ દેશના મહાબંદરો ઉપર કામ કરતા બંદર અને ગોદી કામદારના તા.૦૯-૦૯-૧૭થી અમલમાં આવનાર વેજ રીવીજન અંગેની કમીટીની મીટીંગ તા.૦૬-૧૦-૧૭ના નવી દિલ્હી ખાતે મળી હતી.
આ મીટીંગમાં વેતન સમજુતીની સમય મર્યાદા અંગે ચર્ચા કરાઈ હતી અને પ્રશાસન વતી ૧૦ વર્ષની સમય મર્યાદા મુકરર કરતા સુચન કરાયા હતા પરંતુ ફેડરેશનને આ વાત સ્વીકારી ન હતી અને એવી દલીલ કરી હતી કે વેચન અને ભથ્થાઓમાં પણ સમાનતા લાવવામાં આવે તથા અધિકારીઓની જેમ કામદારોને પણ ૪૭ ટકા ફેકટેરીયા(એલાઉન્સ) આપવામાં આવે છે આ અંગેની ચર્ચા આવનાર બેઠકમાં થશે.
ફેડરેશન તરફથી સમજુતી સમાવેશ કેટલાક મુદાઓ જે તે પોર્ટના પ્રશાસન અમલ કરાતા નથી તે અંગે કમિટીના ચેરમેન બધા પોર્ટના ચેરમેનના તા.૩૧-૧ર-૧૭ સુધીમાં અમલ કરવા સુચના આપી હતી.
દરમ્યાન કાર્યકાળ વેજ રીવીજન સમિતિની મેટા કમિટીની મીટીંગ પેન્શન અંગે મળી હતી જેમાં તા.૦૧-૦૧-૧રથી પેન્શનમાં સુધારા કરવા સહમતી અપાઈ હતી. ફેડરેશન તરફથી એવા આગ્રહ રખાયો હતો કે બંદરગાહના કામદારોને પણ કેન્દ્ર સરકારના વિભાગોમાં પેન્શન રુલ્સ ૧૯૭ર પ્રમાણે પેન્શન અંગે ના બધા લાભ મળવા જાઈએ અને ફેડરેશન તરફથી આ અંગે ૧૦ મુદા રજુ કરાયા હતા જેના પેન્શનર્સને પણ રેગ્યુલર કામદારોની જેમ તબીબી સુવીધાઓ મળવી જાઈએ આ પેન્શન પેટા કમિટીની ભલામણ વેજ રીવીઝન કમિટી સમક્ષ મુકવામાં આવશે. ગ્રેચ્યુઈટીની મર્યાદા ર૦ લાખ કરવા અંગે પણ સહમતિ અપાઈ હતી વેજ રીવીજન કમીટીની બેઠક મુલત્વી રહી છે અને બીજી મીટીંગની તારીખ પછીથી જણાવાશે.
આ માહીતી ફેડરેશનના પ્રમુખ મોહમદ હનીફ એચ.એમ.એસ.એસ યુનિયન કંડલાના મહામંત્રી મનોહર બેલાણીએ આપી હતી.