નવાવાસમાં દેશી દારૂ સાથે પકડાયેલા આરોપીને કોર્ટમાં રજૂ કરાશે

માંડવી : તાલુકાના નવાવાસ-દુર્ગાપુર પાટીયા પાસેથી પોલીસે પપ૦ લીટર દેશી દારૂ સહિત ૬૧,પ૦૦ના મુદ્દામાલ સાથે એકને પકડી પાડ્યો હતો. જ્યારે અન્ય એક નાસી છુટ્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ચંદુનગર તા.નખત્રાણાના બુધુભા ઉર્ફે બહાદુરસિંહ મંગલસિંહ સોઢાને હેડ કોન્સ ગોપાલભાઈ મહેશ્વરીએ અલ્ટો કાર સાથે પકડી પાડ્યો હતો. કારની તલાસી લેતા પપ૦ લીટર દેશી દારૂ કિં.રૂ. ૧૧ હજાર તથા પ૦ હજારની કાર અને પ૦૦ની કિંમતનો મોબાઈલ મળી ૬૧,પ૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. રેઈડ દરમ્યાન ઈમરાન ઉર્ફે ચીચુભા હમીદ બલોચ નાસી ગયો હતો. બન્ને આરોપી સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી. આરોપી દારૂનો જથ્થો કોને આપવા જતો હતો તે જાણવા પકડાયેલ આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરાશે.