નવાઝ-મરીયમની ધરપકડનું કાઉન્ટડાઉન

ઈસ્લામાબાદ : પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફ પોતાની
પુત્રી મરિયમ સાથે પાકિસ્તાન પાછા ફરી રહ્યા છે. તે શુક્રવાર સવારે લંડનથી રવાના થયા છે. પાકિસ્તાનની ન્યૂઝ વેબસાઈટ ’ડૉન’ના સમાચાર અનુસાર, નવાઝ અને મરિયમ લાહોરના અલ્લામા ઈકબાલ ઈંટરનેશનલ એરપોર્ટ પર સાંજે ૬.૧૫ કલાકે પહોંચશે. બંને એતિહાદ એરવેઝની ફ્‌લાઈટ ઈરૂ૨૪૩થી આબૂ ધાબીના રસ્તે આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, નવાઝ અને મરિયમ લાહોર એરપોર્ટ પહોંચતા જ તેમની ધરપકડ કરવામાં આવશે, અને હેલિકોપ્ટર દ્વારા તેને ઈસ્લામાબાદ લાવવામાં આવશે.