નવાઝ પનામા કેસમાં કોર્ટમાં આપશે હાજરી

ઈસ્લામાબાદ : પાકિસ્તાનના વડાપ્રધાન  પદે રહી ચૂકેલા નવાઝ શરીફ પનામા કેસમાં ફસાયા છે.
પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે ૨૮ જુલાઈએ શરીફને દોષિત જાહેર કરતાં વડાપ્રધાનની ખુરશી ગુમાવવી પડી હતી. નવાઝ શરીફ આમ તો વડાપ્રધાન પદે હતા ત્યારે ઘણા શરીફ દેખાતા હતા. પરંતુ પનામા લીક કેસમાં તેમનું નામ ઉછળ્યું ત્યારે હકીકત સામે આવી કે તેઓ કેટલા શરીફ હતા. ભ્રષ્ટાચાર અને મની લોન્ડ્રિંગ જેવા મામલામાં તેમનું નામ ઉમેરાયું અને પાકિસ્તાન સુપ્રીમ કોર્ટની કાર્યવાહીથી તેમને વડાપ્રધાન પદ ગુમાવવાનો વારો આવ્યો પાછલા વર્ષે પનામાની લા ફર્મના ૧.૧૫ કરોડ ટેક્સ ડોક્યુમેન્ટ લીક થયા હતા. જેમાં જણાવાયું હતું કે દુનિયાભરના ૧૪૦ નેતાઓ અને મોટી સંખ્યામાં સેલિબ્રિટિઓએ ટેક્સ હૈવન કન્ટ્રીમાં પૈસા રોક્યા હતા.. મોટા નેતાઓમાં નવાઝ શરીફનું પણ નામ હતું. નવાઝ શરીફના પુત્ર હુસૈન અને હસન ઉપરાંત પુત્રી મરિયમ નવાઝે ટેક્સ હેવનમાં બ્રિટિશ વર્જિન આયર્લેંડમાં ઓછામાં ઓછી ચાર કંપનીઓ શરૂ કરી હતી. આ કંપનીઓ દ્વારા તેમણે લંડનમાં છ મોટી મિલકતો ખરીદી હતી. શરીફ પરિવારે આ મિલકતોને ગિરવે રાખીને ડોએચે બેંકમાંથી લગભગ ૭૦ કરોડ રૂપિયાની લોન લીધી હતી. આ ઉપરાંત બે એપાર્ટમેન્ટ ખરીદવા બેંક ઓફ સ્કોટલેન્ડે મદદ કરી હતી.