નવસારીમાં ૨૦ લાખની રોકડ-૩ લાખની વિદેશી નોટો સાથે એક શખ્સની અટકાયત

ઇલેક્શન સ્ટેટીસ્ટીક ટીમનો પ્રથમ સપાટો : જિલ્લા પોલીસ વડાએ ઈલેકશન પોલીસ કમિશ્નરને કરી જાણ : ટુંકમાં વધુ નવા ખુલાસાની વકી

ગાંધીનગર : નવસારી જિલ્લાના ગુરુકુલ સૂપા ગામેથી ઇલેક્શન સ્ટેટીસ્ટીક ટીમે લાખોની ચલણી નોટ સાથે એકને ઝડપ્યો છે. ચૂંટણી જાહેર થઈ જતા રાજ્યમાં આચારસંહિતા લાગુ થઈ ગઈ છે.એવામાં નવસારીના ગુરુકુલ સૂપા ગામેથી ૨૦ લાખની ચલણી નોટો તથા ત્રણ લાખની વિદેશી નોટો સાથે એક આરોપીની અટકાયત કરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડાએ આ મામલે ચૂંટણી પંચને જાણ કરી છે.હાલ તો લાખોની ચલણી નોટો મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ ચલણી નોટો ક્યાંથી આવી તથા આરોપી આ નોટો લઇને ક્યાં જઇ રહ્યો હતો જેવા પ્રશ્નો ઉદભવ્યા છે. આ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.