સરકારી વસાહત, જૂની રાવલવાડી ખાતે નવરાત્રી પર્વમાં કચ્છ કલેક્ટરશ્રી ઉચ્ચ અધિકારીઓ સાથે વિશેષ રૂપે હાજર રહ્યા

સરકારી વસાહત, જૂની રાવલવાડી, ભુજ માં હાલમાં ચાલી રહેલ આધ્યશક્તિની આરાધનાના પર્વ નવરાત્રીમાં કચ્છ કલેક્ટરશ્રી પ્રવિણા ડી.કે.એ માતાજીની મહાઆરતીનો લાભ લીધો હતો અને ગરબા કાર્યક્રમમાં વિશેષ રૂપે હાજર રહ્યા હતા. તા-૧૨/૧૦/૨૦૨૧ (મંગળવાર) ના રોજ આધ્યશક્તિ અંબેમાં ના સાતમા નોરતાના પાવન પર્વે કલેક્ટરશ્રી સાથે વિવિધ ઉચ્ચ અધિકારીશ્રીઓએ માતાજી ના ગરબાનો કાર્યક્રમ નિહાળ્યો હતો. અધિકારીશ્રીઓનું કોલોનીની નવરાત્રી માં આગમન થતાં પ્રસંગ દીપી ઊઠયો હતો અને આ કોલોની ના દરેક પરિવારોઓએ આનંદ ની લાગણી વ્યકત કરી હતી સાથે સાથે આયોજક ટીમનો જુસ્સો પણ વધી ગયો હતો. મહાઆરતી બાદ ખેલૈયાઓ દ્વારા ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી. આ નવરાત્રીનું આયોજન સરકારી વસાહતના સર્વે આયોજકશ્રીઓની મહેનત અને દરેક પરિવારના સભ્યશ્રીઓના સહયોગથી સફળતાપૂર્વક પાર પાડવામાં આવી રહ્યું છે.  આ પ્રસંગે કોલોનીના લોકો દ્વારા અધિકારીશ્રીઓનું અભિવાદન કરવામાં પણ આવ્યું હતું. આ નવરાત્રીના કાર્યક્રમમાં કલેક્ટરશ્રી સાથે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભવ્ય વર્મા, પશ્ચિમ પોલીસ અધિક્ષકશ્રી સૌરભ સિંહ, ભુજ પ્રાંત અધિકારીશ્રી અતિરાગ ચપલોત, કાર્યપાલક ઈજનેરશ્રી વી.એન.વાઘેલા, નાયબ માહિતી નિયામકશ્રી મિતેશ મોડાસિયા, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી અને  ચિટનીશ ટુ ધી કલેકટરશ્રી એમ.એમ.કવાડીયા હાજર રહ્યા હતા. ઉલ્લેખનિય છે કે, સરકારી વસાહત્ત, જૂની રાવલવાડી, ભુજ દ્વારા દર નવરાત્રી મહોત્સવમાં આ કોલોનીમાં ગરબીનું આયોજન કરવામાં આવે છે. જેમાં આ કોલોનીમાં રહેતા દરેક પરિવારો અને તેમના સગા-સબંધીઓ મન મૂકી ને ગરબાની રમઝટ માણે છે. હાલમાં સરકારશ્રી ના આદેશ મુજબ શેરી ગરબા માટેની પરવાનગી આપવા આવેલ છે તે અન્વયે કોવિડ ગાઈડ્લાઈનનું પાલન પણ કરાવવામાં આવે છે.