નવરાત્રિ દરમ્યાન માતાનામઢ ખાતે ૧પ દિવસ વિનામૂલ્યે આરોગ્ય કેમ્પનું આયોજન

ભુજ : સર્વ સેવા સંઘ (કચ્છ) ભુજ દ્વારા નવરાત્રિ મહોત્સવ દરમ્યાન સંસ્થાના માતાનામઢ મુકમો ચાલતા માં આશાપુરા આરોગ્યધામ સાર્વજનિક દવાખાના મધ્યે આગામી તા.૧૬-૯૧૭થી ૩૦-૯-૧૭ સુધી ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ૧પ દિવસ ચાલનારા આ કેમ્પના દાતા છેલ્લા ૬ વર્ષથી રાપરના બચુભાઈ આરેઠિયા દ્વારા તેમના માતૃશ્રી હીરીબેન ધરમશી રાધુ આરેઠિયા પરિવારના પુણ્ય
સ્મૃતિમાં આયોજન કરવામાં આવે છે. આ મેડિકલ કેમ્પમાં કચ્છ જિલ્લાના આર.એમ.પી. એસો.ના ડોક્ટરો તથા સંસ્થાની મસ્કા, મુંદરા અને ભુજની હોસ્પીટલમાં સેવા આપતા ડોક્ટરો પોતાની સેવાઓ આપશે. આ મેડિકલ કેમ્પમાં સ્વાઈન ફલુ પ્રતિકારક હોમિયોપેથીક ટીપાં પણ નિઃશુલ્ક પીવડાવવામાં આવશે.
તા.૧૬-૯-૧૭ના સાંજે ૪ વાગ્યે સંસ્થાના અધ્યક્ષ તારાચંદભાઈ છેડાના પ્રમુખ સ્થાને યોજાનારા કાર્યક્રમમાં દાતા બચુભાઈ આરેઠિયાના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા ઉદ્દઘાટન કરવામાં આવશે તેમ સંસ્થાના માતાનામઢ ખાતે સેવા આપતા ડા. અશોકભાઈ પટેલે જણાવ્યું હતું. આ મેડિકલ કેમ્પમાં દવા, ઈન્જેક્શન, ગ્લુકોઝના બાટલા, એમ્બ્યુલન્સની સેવા વિગેરે ર૪ કલાક વિનામૂલ્યે આપવામાં આવશે.