નવનિર્મિત નલીયા ન્યાય મંદિર પરિસરનું પ્રિન્સિપલ ડીસ્ટ્રીક્ટ જજ એમ.એલ.ગાંધીના હસ્તે શુભારંભ

રૂા.૪.ર૪ કરોડના ખર્ચે ર૧૮૦ ચો.મી.માં અદ્યતન સુવિધા સાથેની કોર્ટનું નિર્માણ થતા પક્ષકારો માટેની સગવડ વધશે

 

સિનિયર ડીવીઝન કોર્ટ માટે ડીસ્ટ્રીક્ટ  જજ દ્વારા સકારાત્મક પહેલ
નલીયા : નલીયા ન્યાય મંદિર માટે સ્થાનિક પધારેલા નામદાર ડીસ્ટ્રીક્ટ જજશ્રી મેહુલ એમ.ગાંધીને અબડાસા બાર એશો.ના પ્રમુખશ્રી બી.બી.જાડેજા અને મહામંત્રી લાલજીભાઈ એલ.કટુઆ દ્વારા કાર્યક્રમમાં અપીલ કરવામાં આવતા તેનો સાનુકુળ પ્રત્યુત્તર શ્રી ગાંધી દ્વારા આપવામાં આવતા નલીયાને ઘરઆંગણે સીનીયર ડીવીઝન કોર્ટ મળવાના ઉજળા સંજોગો સર્જાયા છે.
ઉદ્દઘાટન સમારંભમાં સંચાલન કરતા અબડાસા બાર એશો.ના મહામંત્રીશ્રી લાલજીભાઈ કટુઆએ ગત તારીખ ૨૮/૧૨/૧૭ ના રોજ નામદાર ગુજરાત હાઈકોર્ટના રજીસ્ટ્રારશ્રી પી.આર.પટેલને અબડાસા બાર એશો. દ્વારા રૂબરૂ મળી નલીયાને સીનીયર ડીવીઝન કોર્ટ મળે તે માટે કરાયેલ રજુઆતની માહીતી આપવામાં આવી હતી.અબડાસા તાલુકામાં ૧૬૬ ગામ, પ પોલીસ સ્ટેશન, સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રીની માળખાકીય સવલતો છે જેથી સીનીયર ડીવીઝન કોર્ટ તાત્કાલિક મળે અને હવે તો નવા પરિસરમાં ૩ કોર્ટ બેસી શકે તેટલી સુવિધા હોઈ માંગણી કરાઈ હતી.જેના પ્રત્યુત્તરમાં નામદાર ડીસ્ટ્રીક્ટ જજશ્રી મેહુલ એમ.ગાંધીએ જણાવ્યું હતું કે માંગણી માટે નામદાર હાઈકોર્ટને સાનુકુળ ભલામણ કરાશે.આમ નલીયા કોર્ટમાં સીનીયર ડીવીઝન કોર્ટ માટે ઉજળા સંજોગો સર્જાયા છે.

 

નલીયા : નવનિર્મિત નલીયા ન્યાય મંદિરનું આજે સવારે કચ્છના પ્રિન્સિપલ ડીસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ નામદારશ્રી મેહુલ એમ.ગાંધીના વરદ્દ હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.
નલીયાનું જુનુ ન્યાય મંદિર આજથી ૭૦ વરસ પહેલા નિર્માણ થયેલ જે ક્ષીણ થતા તેની જગ્યાએ અઘતન સુવિધા સાથેના ર૧૮૦ ચો.મી.એરિયામાં ગ્રાઉન્ડ પ્લસ ટુના બાંધકામ સાથેના નુતન પરિસરનું રૂા.૪.ર૪ કરોડના ખર્ચે નિર્માણ થતા આજે સવારે કચ્છના નામદાર પ્રિન્સિપલ ડીસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજશ્રી મેહુલ એમ.ગાંધીના વરદ્દ હસ્તે રીબીન કાપી ઉદ્દઘાટન કરવામાં આવેલ હતું.આ પ્રસંગે યોજાયેલા ઉદ્દઘાટન સમારંભમાં સંબોધન કરતા શ્રી ગાંધીએ જણાવ્યું હતું કે અઘતન મકાનના નિર્માણ સાથે પક્ષકારોને ઝડપી ન્યાય મળે તો નુતન નિર્માણનો હેતુ સાર્થક લેખાશે.ગરીબ માણસોને ઝડપી ન્યાય મળે તેવી અપેક્ષા તેઓશ્રીએ વ્યક્ત કરી હતી.નુતન કોર્ટ પરિસરમાં સારા કાર્યો થાય અને સ્વચ્છતા જાળવાય તેવા પ્રયત્નો કરવાની આપણી સૌની જવાબદારી છે તેવી અપીલ તેમણે કરી હતી.સ્થાનિક બાર એશો.ના સહકાર બદલ તેમણે આભારનીલ ગાણી વ્યક્ત કરી હતી.
પ્રસંગ પરિચય આપતા નલીયા કોર્ટના નામદાર જ્યુ.ફ.ક.મે.શ્રી મહેશ એલ.ચોથાણીએ તેમના વ્કતવ્યમાં ઘણાં સમયથી ઈંતજાર હતો તે નલીયા ન્યાય મંદિરના ઉદ્દઘાટનનો આજે પાવન અવસર છે.અઘતન સુવિધાઓનો લાભ સૌને મળે તેવી અને સમય તથા ખર્ચની બરબાદી ન થાય તે માટેના પ્રયત્નો કરાશે તેવું જણાવ્યું હતું.સૌ પક્ષકારોને આ પરિસરનો ઉત્તમ લાભ મળ તેવી શુભકામના તેમણે વ્યક્ત કરી હતી. જીલ્લા સરકારી વકીલશ્રી કલ્પેશભાઈ ગોસ્વામીએ નવા બિલ્ડીંગમાં સારા અને સૌહાર્દપુર્ણ વાતાવરણમાં કામગીરી થાય તેવી શુભકામના સાથે પક્ષકારોને અઘતન સુવિધાનો લાભ મળશે તે બદલ આનંદની લાગણી વ્યક્ત કરી હતી. નલીયાના એપીપી શ્રી ગણાવાએ શુભેચ્છા આપી હતી. મેહુલ ગાંધીના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમની શરૂઆતમાં શ્રી ગાંધીનુ કોર્ટ પરિસરમાં આગમન થયા બાદ સ્થાનિક બાર એશો. દ્વારા તેમનું ભાવભીનું સ્વાગત કરાયા બાદ રીબીન કાપી દિપ પ્રાગટય સાથે તકતીના અનાવરણ સાથે તેમણે નુતન નલીયા ન્યાય મંદિરનું ઉદ્દઘાટન કર્યું હતું.ઉદ્દઘાટન સમારંભની શરૂઆતમાં શાબ્દીક સ્વાગત અબડાસા બાર એશો.ના પ્રમુખશ્રી બી.બી.જાડેજાએ કરી સૌને આવકાર આપ્યો હતો.મહેમાનોનું શાલ ઓઢાડી પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કરાયું હતું. કાર્યક્રમનું સંચાલન અબડાસા બાર એશો.ના મહામંત્રીશ્રી લાલજીભાઈ એલ.કટુઆએ અને આભારવિધી સીનીયર એડવોકેટશ્રી અનવર આઈ.મંધરાએ કરી હતી. આ પ્રસંગે જીલ્લા કોર્ટના રજીસ્ટ્રારશ્રી જાની, નલીયા મામલતદારશ્રી વી.ડી.પુજારા, નખત્રાણા બાર એશો.ના પ્રમુખશ્રી જે.કે.ચિનારાણા, માંડવી બાર એશો.ના પ્રમુખશ્રી ખેરાજભાઈ રાગ, શ્રીમતી બીનાબેન ગાંધી, શ્રીમતી ગીતાબેન ચોથાણી, બી.કી.રાવડે, નલીયા કોર્ટના રજીસ્ટ્રાર ડી.બી.કોટીયા સહિત નલીયા કોર્ટનો સ્ટાફ, પોલીસ, માર્ગ-મકાન વિભાગ સહિતનો સ્ટાફગણ ઉપસ્થિત રહ્યો હતો. વકીલશ્રીઓ નલીયાના યુ.એચ.ઠાકર, એ.એચ.લોઘ્રા, બી.એન.હોથી, એસ.જે.જોષી, જીતેન્દ્ર ગણાત્રા, સી.એમ.ગઢવી, કિશોર ગોસ્વામી, જગદીશ ગોસ્વામી, રમેશ મહેશ્વરી, શૈલેષ જાની , પી.એમ.ગઢવી, વિમલાબેન મહેતા, માનસીબેન મહેતા, આશાબેન વોરા, બીનાબેન જોષી, રજીયાબેન મિસ્ત્રી, નખત્રાણાના શ્રી ગઢવી, શ્રી હર્ષ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.