નવનિયુકત મામલતદાર શાહની ટીમનો સપાટો : ગાંધીધામમાં યુગ ઈન્ટરનેશનલનો સોલવન્ટનો તગડો જથ્થો સ્થગિત

નાયબ મામલતદાર પુરવઠા એન.એલ ચાવડાની ટુકડીએ તપાસ આદરી પાઠવ્યો હુકમ : કલેકટર કક્ષાએથી લેવાશે અંતિમ નિર્ણય : કુલ્લ જથ્થાના ૧૦ ટકા જથ્થો ૪૩,૪૦,ર૪રની કિમંતનો ગાંધીધામ મામલતદાર દ્વાર કરાયો સિઝ

 

ગાંધીધામ : પૂર્વ કચ્છમાં સોલવન્ટના લાયસન્સ શરતી ધોરણે આપવામા આવતા હોય છે ત્યારે આ શરતોનુ પાલન કરવામાં કાચી પડેલ અહીની જ એક પેઢી પર ગાંધીધામના નવનિયુકીત મામલતદાર સુરેશકુમાર એ શાહની પુરવઠાની ટીમ દ્વારા તવાઈ બોલાવવામા આવી છે અને આ પેઢીના પરવાનાને સ્થગિત કરી દેવામાં આવ્યો હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે. આ મામલે બહાર આવેલી વિગતો મુજબ ગાંધીધામની યુગ ઈન્ટરનેશનલ પ્રા.લી. કે જેની ઓફીસ એસ.ર૧૮ બીજા માળે, સીલવ્ર અર્ષ ખાતે આવેલી છે. તે કચ્છ જિલ્લામાં કલેકટરના પરવાના ન. ૧પ૭/ર૦૦૯થી સોલવન્ટનો પરવાનો ધરાવી રહ્યા છે. આ પરવાના તળે હેકઝીન અને સોલવન્ટ સી નવનો તેઓ વેપાર કરી રહ્યા છે જે મુબજ પરવાનેદાર તરીકે આપવામા આવેલ પરવાનગી શરતોનું પાલન કરવાનુ થાય છે તેમજ આપવામા આવેલ પરવાનો સોલવન્ટ રેફ્રીનેટ અને સોલ્પ વેંચાણ, સંગ્રહ, અને ઓટોમોબાઈલમા તેનો ઉપયોગ અટકાવવા બાતનો હુકમ ર૦૦૦નું પાલન કરવાનુ થાય છે. આ બાબતે ગાંધીધામ મામલતદાર દ્વરા આ પેઢીને શરતોનું પાલન ન કરવામા આવતા તેઓનું સોલવન્ટનું લાયસન્સ સીઝ કરી દીધુ છે અને તેનો હુકમ પણ ફરમાવી ગયો છે. હુકમમાં જણાવ્યા અનુસાર પેઢીએ તેઓના હિસાબો અને દફતરની તપાસ કરતા અનિયમતાઓ સામે આવવા પામી હોવાથી સ્થગિત કરાયુ હોવાનુ જણાવાયુ છે. સોલવંટ રેફ્રીનેટ અને સ્લોપ વેંચાણ, સંગ્રહ અને ઓટોમોબાઈલમાંતેનો ઉપયોગ અટકાવવા બાત હુકમ ર૦૦૦ની કમલ (૩)(૩) મુજબ દર ત્રણ મહિને વપરાશકાર દીઠ વેચાણ પુરા પાવા જાઈએ તે પાડેલ નથી. આ ઉપરાંતની પણ શરતોનો ભંગ કરવામા આવ્યો છે. અને તેથી જ આ બાબતે ગાંધીધામ તાલુકા મામલતદાર શ્રી શાહ દ્વારા હુકમમાં જણાવ્યા અનુસાર તેઓને મળેલી સત્તાના રૂહે કલમ ૪ અન્વયે કુલ્લ જથ્થાનો ૧૦ ટકા જેટલો જથ્થો આ તબક્કેથી શરતોનું ભંગ થતુ હોવાનથી સિજ કરવામા આવ્યો છે અને સિઝ કરાયેલો કુલ્લ જથ્થોનો ૪૩,૪૦,ર૪રની કિમંતનો જથ્થો થવા પામી રહ્યો છે. આ જથ્થો સરકાર હસ્તક કરી લેવામા આવ્યો છે. જે જથ્થો સરકાર વતીથી સારી સ્થિતીમાં જાળવી રાખવા પેઢીને સુપરત કરામા આવ્યો છે. જયા સુધીજિલ્લા મેજીસ્ટ્રેટની સુચના ન મળે ત્યા સુધી આ જથ્થો ન વેંચવો. આ હુકમ સામે કોઈ પણ પ્રકારની રજુઆત કરવી હોય તો કલેકટર કક્ષાએ અપીલ કરી શકવાનું પણ આદેશમાં જણાવાયુ છે. આ કામગીરીમાં ગાંધીધામ પુરવઠા નાયબ મામલતદાર એન.એલ.ચાવડાની ટીમે જહેમત ઉઠાવી હતી.